ઇમરાન ખાન પાકિસ્તાનની બાગડોર સંભાળી, શું આતંકવાદ પર લાગશે લગામ?

ઇમરાન ખાને જો કે મહત્વનાં મુદ્દાઓ પર બોલવાનું ટાળ્યું હતું તેણે કેટલીક બાબતોને ચાતરીને ગોળગોળ વાત કરી હતી

ઇમરાન ખાન પાકિસ્તાનની બાગડોર સંભાળી, શું આતંકવાદ પર લાગશે લગામ?

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પાકિસ્તાન આગામી વડાપ્રધાન બનવાથી શું ભારત અને પાકિસ્તાન અને સંબંધ સામાન્ય થઇ જશે ?  આતંકવાદના જનક બની ચુકેલા પાડોશી દેશ શું સાચા અર્થમાં આતંકવાદીઓ પર સકંજો કસશે અને ભારતને અસ્થિર કરવાનો તેનો મંસુબો બદલશે ? પાકિસ્તાન ચૂંટણીની તસ્વીર સ્પષ્ટ થયા બાદ કેટલાક એવા સવાલ છે જેના જવાબમાં દરેક ભારતીયને શાંતિની આશા દેખાય છે. પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી પાકિસ્તાનની તહરીક એ ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને ગુરૂવારે ભલે ભારતની સાથે સંબંધોને સુધારવાની મોટી મોટી વાતો કરી હોય પરંતુ અસલ મુદ્દાઓને તેમને ચાતરી લીધા હતા. આ મુદ્દો છે આતંકવાદનો. તેણે પોતાનાં દેશ મુદ્દે બસ એટલું જ કહ્યું કે, ચૂંટણી દરમિયાન હૂમલા થયા અને લોકોને તેના માટે કુર્બાનીઓ આપી છે. 

નોંધનીય છે કે, ભારત પાકિસ્તાન સાથે સતત આતંકવાદ પર અંકુશ લગાવવા અને સીમા પારથી આતંકવાદી દુર્ઘટનાઓ પર લગામ લગાવવા માટેનું કહેતું આવે છે. અત્યાર સુધી પાકિસ્તાની  નેતાઓ આતંકવાદને પણ સારા અથવા ખરાબ દ્રષ્ટીએ જોવામાં આવે. જે આતંકવાદીઓ સાથે તેમને અથવા પાકિસ્તાનને ખતરો છે, તેમની વિરુદ્ધ તો તેઓ કાર્યવાહી કરતા જોવા મળે છે પરંતુ ભારતની વિરુદ્ધ આગ ઓકનાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ધૂમે છે અને સીમા પારથી બેસીને હૂમલાનું કાવત્રું રચે છે. 

ચૂંટણી બાદ પોતાના પહેલા સંબોધનમાં ઇમરાન ખાને ગરીબી દુર કરવા, ભ્રષ્ટાચાર પર લગામ, ખુશાલી સહિત વિદેશ નીતિ વગેરે ઘણા મુદ્દાઓ અંગે પોતાની નીતિઓને સ્પષ્ટ કરી. ભારતીય મીડિયા પર ભડાસ કાઢ્યા બાદ તેમનું વલણ નરમ કરતા કહ્યું કે, તેઓ ભારતની સાથે સારા સંબંધો ઇચ્છે છે અને ભારત જો એક પગલું આગળ વધે છે તો  તેઓ બે ડગલા આગળ વધવા માટે તૈયાર છે. આ દરમિયાન તેમણે કાશ્મીર રાગ આલાપ્યો પરંતુ આતંકવાદ પર સકંજો કસવાલોઉલ્લેખ પણ નહોતો કર્યો. એવામાં સ્પષ્ટ છે કે આતંકવાદ પર એક્શ પહેલાના પાકિસ્તાનના પાકિસ્તાન નેતાઓની તરફ તેમની પ્રાથમિકતામાં પણ સમાવિષ્ઠ નથી. 

ભારતીય નેતાઓ જ નહી વિશેષજ્ઞોનું કહેવું છે કે, ભારતને ઇમરાન ખાન કરતા વધારે આશા ન કરવી જોઇએ.  આતંકવાદ મુદ્દે ઇમરાનની ચુપ્પી અંગે પુછાયેલા એક સવાલના જવાબમાં પાકિસ્તાનના પુર્વ હાઇકમાન્ડર અબ્દુલ બાસિતે એક ટીવી ચેનલને જણાવ્યું કે, આતંકવાદ એક મુદ્દો હોઇ શકે છે પરંતુ કાશ્મીર પાકિસ્તાન માટે સૌથી મોટો મુદ્દો છે. તેના પરથી સ્પષ્ટ છે કે ઇમરાન ખાને વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવાનું ચાલુ રાખશે અને આતંકવાદીઓને હીરો તરીકે રજુ કરવાની તેની નીતિઓ ચાલુ રહેશે. 

બીજી તરફ કેન્દ્રીય મંત્રી આરકેસિંહે કહ્યું કે, મને પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોથી તેના પરિણામોના તેના વલણમાં કોઇ પરિવર્તન નહોતું જોવા મળ્યું કારણ કે જ્યા સુધી ભારતનો સવાલ છે તો આતંકવાદના નિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર કોઇ પરિવર્તન થવા નથી જઇ રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news