ભાજપને ન તો રામ વોટ આપવા આવશે ન તો અલ્લાહ: ફારુક અબ્દુલ્લાનો વ્યંગ
ભાજપ માને છે કે ભગવાન રામ તેમને 2019ની લોકસભા ચૂંટણી પાર કરાવી દેશે પરંતુ ભગવાન તેમની કોઇ પણ પ્રકારે મદદ નહી કરે
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને નેશ્નલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે ભારતીય જનતા પાર્ટી, ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ફારુક અબ્દુલ્લાએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, તે (ભાજપ) વિચારે છે કે ભગવાન રામ તેમને 2019ની લોકસભા ચૂંટણી જીતાડશે. ચૂંટણીમાં ભાજપ કોઇ પણ પ્રકારની મદદ નથી કરતા. તેમાં જનતા મતદાન કરે છે, ના ભગવાન અને ન તો અલ્લાહ તેમને મત આપશે.
ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર અને ફારુક અબ્દુલ્લાની મુલાકાત યોજાઇ
અગાઉ મહાગઠબંધનની સંભાવના શોધવા માટે ફારુક અબ્દુલ્લાએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઇ. રાજનીતિક જુથોમાં ચર્ચા છે કે ચંદ્રબાબુ નાયડૂ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત યોજી શકે છે.
આ નેતાઓ સાથે મુલાકાત પહેલા ચંદ્રબાબુ નાયડૂએ દિલ્હીમાં બસપા પ્રમુખ માયાવતી સાથે પણ મુલાકાત યોજી હતી. બસપાના એક નેતાએ જણાવ્યું કે, નાયડૂએ ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી સાથે શનિવારે સાંજે મુલાકાત કરી હતી. આ દરમિયાન નાયડૂના આંધ્રપ્રદેશના નાણામંત્રી વાડ્રા રામકૃષ્ણુડુ અને તેમની પાર્ટીના કેટલાક સાંસદો પણ હાજર રહ્યા હતા.
આ વર્ષે માર્ચ સુધીમાં તેલુગુ દેશમ પાર્ટી એનડીએનો હિસ્સો હતી. ટીડીપી કેન્દ્રમાં સત્તાપક્ષના ગઠબંધન સાથે તેમ કહેતા છેડો ફાડ્યો તો કે સરકારે આંધ્રપ્રદેશના વિશેષ દરજ્જો આપવાની માંગ ફગાવી દીધી. જો કે બંન્ને નેતાઓની વચ્ચે એક કલાક સુધી ચાલેલી મુલાકાતમાં શું વાતચીત થઇ તેની તત્કાલ માહિતી મળી શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે