Gujarat Election માં જીતનો શ્રેય PM મોદીએ આ 2 દિગ્ગજ નેતાઓને આપ્યો, કાર્યકરો વિશે કરી આ વાત
BJP Parliamentary Party Meeting: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.
Trending Photos
BJP Parliamentary Party Meeting: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેમનું અભિનંદન કર્યું.
પીએમ મોદીએ આ 2 વ્યક્તિને આપ્યો જીતનો શ્રેય
પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ ભલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદી માટે તાળીઓ પાડી અને સૂત્રોચ્ચાર કર્યા પરંતુ ખુદ પીએમ મોદીએ આ જીતનો શ્રેય પોતે ન લીધો. તેમણે ભાજપના સંસદીય દળને સંબોધન કરી ગુજરાત જીતનો શ્રેય ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો. આ સાથે જ પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટીના કાર્યકરોને આપ્યો.
પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ વીડિયો
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જો કોઈને શ્રેય આપવો હોય તો ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તથા ગુજરાતના ભાજપના કાર્યકરોને આપવાનો છે. પીએમનું કહેવું છે કે આપણે કાર્યકરોના દમ પર કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતી શકીએ છીએ, તેનું ઉદાહરણ ગુજરાતની ચૂંટણી છે.' પ્રહ્લાદ જોશીએ માહિતી આપતા કહ્યું કે બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતની ચૂંટણી પર કહ્યું કે સંગઠનના દમ પર પાર્ટી સતત સાતમીવાર જીતી છે.
જુઓ Video
જી20 ભાજપ કે સરકારનો કાર્યક્રમ નથી- પીએમ મોદી
બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જી20...પ્રધાનમંત્રી, ભારતીય જનતા પાર્ટી કે સરકારનો કાર્યક્રમ નથી. તે દેશનો, ભારતનો કાર્યક્રમ છે. જે પણ વિદેશી મહેમાનો આવશે અતિથિ દેવો ભવ: ને અપનાવતા તેમનું સ્વાગત કરવું જોઈએ. તમામ લોકોને તેમાં કેવી રીતે સામેલ કરી શકીએ, તેના વિશે વિચારવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે