રાજ્યસભા ચૂંટણી માટે BJP ની ઉમેદવારોની વધુ એક યાદી બહાર પડી, જાણો રેલવે મંત્રી કયા રાજ્યમાંથી બન્યા ઉમેદવાર?

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ છે.

રાજ્યસભા ચૂંટણી માટે BJP ની ઉમેદવારોની વધુ એક યાદી બહાર પડી, જાણો રેલવે મંત્રી કયા રાજ્યમાંથી બન્યા ઉમેદવાર?

રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની એક યાદી બહાર પાડી હતી તેમાં સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ પણ સામેલ હતા. 

અશ્વિની વૈષ્ણવ અહીંથી મેદાનમાં
ભાજપે આજે જાહેર કરેલી યાદી મુજબ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને ક્રમશ: ઓડિશા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે. જો આ બંને ચૂંટાઈને આવે તો એ લગભગ નક્કી છે કે આ રાજ્યોથી બંને નેતાઓનો આ બીજો રાજ્યસભા કાર્યકાળ હશે. 

કેન્દ્રીય મંત્રી એલ મુરુગન ઉપરાંત ભાજપે મધ્ય પ્રદેશથી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ વધુ નામની જાહેરાત કરી છે. જેમાં ડો. એલ મુરુગન ઉપરાંત ઉમેશનાથ મહારાજ, માયા નારોલિયા, અને બંસીલાલ ગુર્જર સામેલ છે. 

Union Minister L Murugan from Madhya Pradesh
Union Minister Ashwini Vaishnaw from Odisha pic.twitter.com/gE7m8geLCu

— ANI (@ANI) February 14, 2024

વાત જાણે એમ છે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજ્યમાં સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી)ના સમર્થનથી ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. જેવું 2019માં પૂર્વ આઈએએસ અધિકારી વૈષ્ણવના પહેલા કાર્યકાળ દરમિયાન થયું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ યાદી બહાર પાડી છે. 

તાજેતરમાં બહાર પડી હતી યાદી
આ પહેલા ભાજપે ઉત્તર પ્રદેશની 7 બેઠકો માટે સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, તેજવીર સિંહ, સાધના સિંહ, સંગીતા બલવંત, નવીન જૈન અને અમરપાલ મૌર્યને ઉમેદવાર બનાવતી યાદી બહાર પાડી હતી. યુપીમાંથી રાજ્યસભાની 10 બેઠકો ખાલી છે. ભાજપે યુપી ઉપરાંત બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને  કર્ણાટકની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરેલા છે. પાર્ટીએ કુલ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી ચે. આ વખતે બિહારથી સુશિલ મોદી રાજ્યસભાના ઉમેદવાર નથી. છત્તીસગઢમાંથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, હરિયાણાની એક બેઠક પર સુભાષ બરાલાને ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકની એક બેઠક પર નારાયણા કૃષ્ણાસા ભાંડગેને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે બિહારમાંથી ડો. ધર્મશીલા ગુપ્તા, ડો. ભીમસિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news