પાકિસ્તાનની મોટી ચાલની જાણ થઈ છે બીજેપીને, કર્યો પર્દાફાશ
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે તંગ પરિસ્થિતિ છે
Trending Photos
જમ્મુ : બીજેપીએ જમ્મુના એક બસ સ્ટેન્ડ પર કરાયેલા ગ્રેનેડ હુમલની નિંદા કરતા દાવો કર્યો છે કે પાકિસ્તાને યેનકેન જમ્મુને ટાર્ગેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. બીજેપીના જમ્મ-કાશ્મીર એકમના પ્રવક્તાએ કહ્યું છે કે ગુપ્તચર માહિતીના આધારે ખબર પડી છે કે બાહ્ય અને આંતરિક બંને રીતે ભારતની ક્ષમતા પર યેનકેન પ્રકારે હુમલો કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન હાલમાં કાશ્મીરની પર્યટન સીઝનમાં સમસ્યા ઉભી કરવામાં સફળ રહ્યું છે અને એ કોઈપણ ભોગે જમ્મુની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરવા માગે છે.
નોંધનીય છે કે આજે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકવાદીઓનો સુરક્ષાદળોએ ખાતમો બોલાવ્યો છે. પાંચ જેટલા આતંકવાદીઓ તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. હાલ સેનાનું સર્ચ ઓપરેશન જારી છે. આંકડા પર નજર ફેરવતા જણાય છે કે ભારત સરકાર દ્વારા રમજાનના પવિત્ર મહિનામાં કાશ્મીરમાં શસ્ત્રવિરામના ફેસલાના કારણે આતંકી ગતિવિધિઓમાં એકદમ વધારો થયો છે. જો કે દર વખતની જેમ સુરક્ષાદળોએ આ નાપાક કોશિશોનો બહાદૂરીથી જવાબ આપ્યો છે અને એક પણ કોશિશ સફળ થવા દીધી નથી.
શુક્રવારે પણ સેનાએ રામબન જિલ્લામાં આતંકવાદીઓા ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા હતાં. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં હતાં. અહીંથી સેનાએ એકે-47 રાઈફ, એક .303 રાઈફલ, .36 એમએમની એક પિસ્તોલ, એક ગ્રેનેડ લોન્ચર, એકે-47 રાઈફલની એક મેગેઝીન, .303 રાઈફલની એક મેગેઝીન અને 6 રાઉન્ડ કારતૂસ મેળવ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે