ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોની વાતમાં છે દમ? જાણો તમારા કામ લાગશે કઈ ગેરંટી

BJP Manifesto: ભાજપે તેના મુખ્ય મુદ્દાઓ પહેલાથી જ પૂર્ણ કરી લીધા છે જેમાં રામ મંદિરનું નિર્માણ અને કલમ 370 હટાવવાની બાબત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે: યુવા, મહિલાઓ, ગરીબ અને ખેડૂતો.

ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કોની વાતમાં છે દમ? જાણો તમારા કામ લાગશે કઈ ગેરંટી

BJP Manifesto For 2024 Election: સંકલ્પ પત્રની જાહેરાત કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યંકે,  ભારત દેશના 140 કરોડ દેશવાસીઓના સપનાઓને હકીકતમાં બદલવા માટે અમે આ સંકલ્પ પત્ર લઈને આવ્યાં છીએ. અમારી સરકારે છેલ્લાં 10 વર્ષોમાં દેશના વિકાસને વેગ આપવાની દિશામાં અનેક કામો કર્યા છે. આગામી 5 વર્ષોમાં દેશના વિકાસને વાયુવેગે આગળ વધારવા અમે કટીબદ્ધ છીએ. ભારત દેશને અલગ અલગ તમામ સેક્ટરોમાં વૈશ્વિક હબ બનાવવાની દિશામાં અમારી સરકાર આગળ વધી રહી છે. દેશની જનતા આ આ કામ કરવા માટે મતદાન થકી અમને આશીર્વાદ આપો. અમારી શક્તિઓને વધારજો.

સરકાર બનતા પહેલાં જ પહેલાં 100 દિવસના કામોના ટાર્ગેટ પર કામ શરૂઃ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુંકે, મેં દિલ્લીના લાલ કિલ્લા પરથી કહ્યું હતુંકે, યહી સમય હૈ...સહી સમય હૈ...આગામી એક હજાર વર્ષ માટે ભારતના ભવિષ્યને આગળ વધારવાનો ઉત્તમ સમય છે. ચૂંટણીના પરિણામો ભલે 4 જૂનના રોજ આવવાના હોય પણ અમારી સરકારે અગાઉથી જ પહેલાં 100 દિવસો માટેનો ટાર્ગેટ નક્કી કરીને અત્યારથી જ કામ શરૂ કરી દીધું છે. આપણે ચંદ્રયાનની સફળતા જોઈ, હવે આપણે ગગનયાનને સફળ થતા જોઈશું. આપણી જી-20 ની સફળતા જોઈ હવે આપણે olympic ની સફળતા પણ જોઈશું. નવું ભારત રફતાર પકડી ચુક્યું છે. હવે આ ભારતની રફતાર કોઈ નહીં રોકી શકે. 

કાયદાની રૂહે નીચે જણાવેલાં ત્રણ નિર્ણયો સૌથી અગત્યના બની રહેશેઃ

 • યુનિફોર્મ સિવિલ કોર્ડ દેશ હિતમાં આવશ્યકઃ

ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરતી વખતે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ જણાવ્યુંકે, યુનિફોર્મ સિવિલ કોર્ડ દેશ હિતમાં આવશ્યક છે.

 • ભ્રષ્ટાચારીઓ સામે લેવાશે કડક પગલાંઃ

ભ્રષ્ટાચાર ગરીબ અને મધ્યવર્ગનો હક્ક છીને છે. હવે હજારો કરોડના ગોટાળા બંધ થયા છે. હવે ગરીબોને તેમનો હક્ક મળે છે. હવે ગરીબોને લૂંટનારા જેલભેગા થઈ રહ્યાં છે. આવા ભ્રષ્ટાચારીઓ સામે વધુ કડક કાર્યવાહી થશે.

 • વન નેશન વન ઈલેક્શનની પણ મેનીફેસ્ટોમાં જાહેરાતઃ

સંકલ્પ પત્રમાં પીએમ મોદીએ એક દેશ અને એક ચૂંટણીના વિઝનને પણ જાહેર કરી દીધું છે. જેમાં અલગ અલગ ચૂંટણીઓને કારણે દેશ પર વધારે ખર્ચ વધે છે. એના કરતા એક સાથે ચૂંટણી થાય તો સ્થિતિ અલગ હોઈ શકે એ રીતે આ વિઝનની પણ થઈ રહી છે તૈયારીઓ.

ભાજપના મેનીફેસ્ટોમાં પ્રધાનમંત્રી મોદીની 5 સૌથી મોટી ગરંટીઃ 

 • 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન.
 • આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રૂ. 5 લાખ સુધીની મફત સારવારનું વચન.
 • મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા હશે.
 • ગરીબોને 3 કરોડ ઘર આપવામાં આવશે.
 • એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ શરુ કરવામાં આવશે.

કોંગ્રેસના મેનીફેસ્ટોની 5 મોટી જાહેરાતોઃ 

 • વન નેશન વન ઇલેક્શનનો વિરોધ. લોકસભા- વિધાનસભાની ચૂંટણી સમયસર કરાવીશું.
 • મતદાન EVM દ્વારા થશે, પરંતુ VVPATની સ્લિપ સાથે મેચ કરવામાં આવશે.
 • દેશમાં સંખ્યાબંધ રોજગારી ઉભી કરીને સૌથી પહેલાં શિક્ષિત યુવાઓને યોગ્યતા મુજબ રોજગારી અપાશે. 
 • 10મી અનુસૂચિમાં સુધારો કરવાનો વાયદો. આ અંતર્ગત પક્ષ બદલવા પર વિધાનસભા કે સંસદની સદસ્યતા ખતમ થઈ જશે.
 • પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ કાયદા મુજબ કડકાઇથી કામ કરશે. દરેક બાબતને સંસદ અથવા રાજ્ય વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ. રાજકીય પક્ષો દ્વારા પહેલાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં. ત્યાર બાદ પહેલાં કોંગ્રેસ અને ત્યાર બાદ ભાજપ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરની જાહેરાત કરાઈ.

કોંગ્રેસે 5 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમણે તેનું નામ 'ન્યાય પત્ર' રાખ્યું. પક્ષે 5 ન્યાયાધીશો સહિત 25 ગેરંટી આપી છે. જેમાં ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયાનું વચન, દર વર્ષે રૂપિયા 400 વેતન, પાકના MSP પર કાયદો, જાતિની વસતિ ગણતરી અને અગ્નિવીર યોજના બંધ કરવાનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news