રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે BJPનો પ્લાન તૈયાર, દિવાળી જેવો માહોલ બનાવવાનો નિર્દેશ, 2 મહિના ચાલશે અભિયાન

Ram Mandir Inauguration: લોકસભા ચૂંટણી અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચાને લઈને દિલ્હીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે BJPનો પ્લાન તૈયાર, દિવાળી જેવો માહોલ બનાવવાનો નિર્દેશ, 2 મહિના ચાલશે અભિયાન

નવી દિલ્હીઃ Ram Mandir Pran Pratishtha: વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મોટો નિર્ણય લીધો છે. 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ બનાવવા માટે ભાજપ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 25 જાન્યુઆરીથી લઈને 25 માર્ચ સુધી દેશના અલગ-અલગ રાજ્યોથી રામ મંદિરના દર્શન કરનાર લોકોને ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તે હેઠળ રામ મંદિરના દર્શન કરનાર લોકોને ઢોલ-નગારા, તિલક અને ફૂલ માળા સાથે મોકલવામાં આવશે.

ભાજપની દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પહોંચેલા નેતાઓને કહેવામાં આવ્યું કે રામ મંદિરને લઈને ચલાવવામાં આવેલા આંદોલન વિશે લોકો સુધી જાણકારી પહોંચાડો. બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા અને અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સહિત અન્ય નેતાઓ સામેલ રહ્યાં હતા.

એક દિવસમાં આટલા ભક્તો કરશે દર્શન
ભાજપ દરેક બૂથ લેવલથી રામ મંદિરના દર્શન કરાવશે. આ મુહિમ 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી ચાલશે. જાણવા મળી રહ્યું છે કે એક દિવસમાં આસરે 50 હજાર લોકોને રામ મંદિરના દર્શન કરાવવામાં આવશે.

ભાજપ શું જણાવશે?
ભાજપ ઘરે-ઘરે તે વાત પહોંચાડશે કે કઈ રીતે પાર્ટીનું યોગદાન રામ મંદિરના સપનાને સાકાર કરવામાં રહ્યું છે. તે કઈ-કઈ રાજકીય પાર્ટી અને નેતા છે જે મંદિર બનાવવાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. પાર્ટી ઈચ્છે છે કે લોકસભા ચૂંટણી સુધી દેશભરમાં પાર્ટી કાર્યકર્તા લોકો સુધી આ સંદેશ પહોંચાડે. તે માટે પાર્ટી બુકલેટ પણ છપાવશે. તેને લઈને નિર્ણય કરવામાં આવી શકે છે. 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે. તેમાં પીએમ મોદી સહિત અન્ય લોકો સામેલ થશે. 

જેપી નડ્ડાએ શું કહ્યું?
બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે બધાને સારી રીતે દર્શન કરાવવાના છે. આ દરમિયાન કોઈ રીતે ભેદભાવ ન થવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news