એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, BJP 1000 રાજદ્રોહના કેસ દાખલ કરશે

રાહુલ ગાંધી પોતાની ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર સહિત ભાજપ પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પોતે જ ઘેરાતા જોવા મળી રહ્યા છે. તેમની ટ્વીટ વિરુદ્ધ આજે અસમમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા એક હજાર રાજદ્રોહના કેસ નોંધાવવામાં આવશે. 

એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, BJP 1000 રાજદ્રોહના કેસ દાખલ કરશે

નવી દિલ્હી: કમાનથી નીકળેલું તીર અને જીભથી છૂટેલા શબ્દો પાછા ફરતા નથી. એટલે જ વડીલો કહે છે કે સમજી વિચારીને બોલવું જોઈએ. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં કદાચ તેના પર જરાય ધ્યાન અપાતું નથી. આ જ કારણ છે કે રાજનેતાઓની ટ્વીટ છાશવારે ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલે વિવાદનું કારણ બની જાય છે. તાજો મામલો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક ટ્વીટનો છે. આ ટ્વીટના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે. 

ભાજપ પર લગાવી રહ્યા હતા નિશાન, પોતે જ ઘેરાઈ ગયા
વાત જાણે એમ છે કે રાહુલ ગાંધી પોતાની ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર સહિત ભાજપ પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પોતે જ ઘેરાતા જોવા મળી રહ્યા છે. તેમની ટ્વીટ વિરુદ્ધ આજે અસમમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા એક હજાર રાજદ્રોહના કેસ નોંધાવવામાં આવશે. 

— ANI (@ANI) February 13, 2022

રાહુલ ગાંધીએ પોતાની આ ટ્વીટમાં ભારતની તાકાત અને સુંદરતાને વર્ણવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં પૂર્વોત્તરને સામેલ કરવાનું ભૂલી ગયા. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'આપણા ભારતીય સંઘમાં શક્તિ છે. આપણી સંસ્કૃતિઓનો સંઘ. વિવિધતાઓનો સંઘ. ભાષાઓનો સંઘ. આપણા લોકોનો સંઘ. આપણા રાજ્યોનો સંઘ. કાશ્મીરથી કેરળ સુધી અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી. ભારત પોતાના તમામ સ્વરૂપોમાં સુંદર છે. ભારતની ભાવનાઓનું અપમાન ન કરો.'

કેન્દ્રીય મંત્રીનો પલટવાર
રાહુલ ગાંધી દ્વારા ભારતને ગુજરાતથી બંગાળ સુધી ગણાવીને ભાજપે તેમને ઘેરે લીધા. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, 'કોંગ્રેસ નેતા માટે ભારત પશ્ચિમ બંગાળમાં જ સમાપ્ત થઈ જાય છે! મારા સુંદર રાજ્ય અરુણાચલ પ્રદેશ સહિત ભારતનો પૂર્વોત્તર હિસ્સો ભારત વિશેના તેમના વિચારનો ભાગ નથી.' હવે તેને લઈને ભાજપ અસમમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કરવા જઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news