ઈસરોએ PSLV-C52 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા

ઈસરોએ આજે સવારે  PSLV-C52 મિશન હેઠળ 3 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે.

ઈસરોએ PSLV-C52 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ આ વર્ષના પોતાના પહેલા મિશન હેઠળ આજે સેટેલાઈટ લોન્ચ કર્યો. આજે સવારે 5.59 વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને PSLV-C52 ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. 

મળતી માહિતી મુજબ ઈસરોએ આજે સવારે  PSLV-C52 મિશન હેઠળ 3 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે. જેને કૃષિ, વાનિકી, અને વૃક્ષારોપણ, માટીના ભેજ અને જળ વિજ્ઞાન તથા પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધિત હાઈ રિઝોલ્યૂશન ફોટા મોકલવા માટે ડિઝાઈન કરાયો છે. 

PSLV-C52 દ્વારા ધરતીનો પર્યવેક્ષણ ઉપગ્રહ (EOS)- 04 અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઈસરોએ જાણકારી આપી હતી કે તે સોમવારે પોતાની યૂટ્યુબ ચેનલ પર PSLV-C52 સેટેલાઈટના લોન્ચિંગનું સીધુ પ્રસારણ કરશે. આ સાથે જ તેનું લાઈવ સ્ટ્રિમિંગ સોમવારે સવારે 5.30 વાગ્યાથી શરૂ થશે. 

— ANI (@ANI) February 14, 2022

ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટ લોન્ચિંગથી ઈસરોની યોજનાઓને ગતિ મળશે. આ સાથે જ અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ચંદ્રયાન-3 અને ગગનયાન સહિત 19 સેટેલાઈટ લોન્ચ કરવા પર છે. એજન્સીના જણાવ્યાં મુજબ પૃથ્વી અવલોકન સેટેલાઈટ EOS-04 સાથે બે નાના સેટેલાઈટ પણ PSLV-C52 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે. 

ઈસરો આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનાની અંદર પાંચ લોન્ચિંગની તૈયારીમાં છે. પહેલું EOS-04, ત્યારબાદ PSLV-C53 પર OCEANSAT-3 અને INS-2B માર્ચમાં લોન્ચ કરાશે. એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસેટનું લોન્ચિંગ થશે. જો કે કોઈ પણ લોન્ચિંગની નિર્ધારિત તારીખ છેલ્લી ઘડી સુધી બદલાઈ શકે છે. કારણ કે કોઈ પણ લોન્ચિંગ પહેલા અનેક પ્રકારના માપદંડો જોવા પડતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news