Boris Johnson On Khalistan: 'ભારત વિરોધી ખાલિસ્તાનીઓને સહન નહી કરે બ્રિટન, PM બોરિસે કહી મોટી વાત

ખાલિસ્તાન તત્વો વિશે ભારતની ચિંતાઓ પર બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે કહ્યું કે બ્રિટન પોતાના દેશમાં એક્ટિવ અને કોઇ બીજા દેશને નિશાન બનાવનાર કટ્ટરપંથી ગ્રુપોને સહન કરતું નથી.  

Boris Johnson On Khalistan: 'ભારત વિરોધી ખાલિસ્તાનીઓને સહન નહી કરે બ્રિટન, PM બોરિસે કહી મોટી વાત

British PM Boris Johnson Remarks On Khalistan: ખાલિસ્તાન તત્વો વિશે ભારતની ચિંતાઓ પર બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે કહ્યું કે બ્રિટન પોતાના દેશમાં એક્ટિવ અને કોઇ બીજા દેશને નિશાન બનાવનાર કટ્ટરપંથી ગ્રુપોને સહન કરતું નથી.  

નવા સ્તર પર જશે ભારત-બ્રિટનની ભાગીદારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ બ્રિટીશ પ્રધાનમંત્રી જોનસને કહ્યું કે આપણી ભાગીદારીને નવા સ્તર લઇ જવાને ઘણી સંભાવનાઓ છે. યૂક્રેન વિરૂદ્ધ રશિયાના હુમલા પર ભારતના વલણ પર બ્રિટનના પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારે એ સ્વિકાર કરવું પડશે કે બૂચામાં જે થયું, તેના વિરૂદ્ધ ભારત મજબૂતી સાથે સામે આવ્યું. 

બ્રિટનના પીએમએ ભારતની કરી પ્રશંસા
યૂક્રેન વિરૂદ્ધ રશિયન હુમલાને લઇને જોનસને કહ્યું કે રશિયા સાથે ભારતના ઐતિહાસિક સંબંધ છે અને દરેકનું સન્માન કરીએ છીએ. તો બીજી તરફ ભારતમાં અધિકારોના હનનના સમાચાર વિશે પૂછવામાં આવતાં બ્રિટના પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એક મહાન લોકતંત્ર છે અને અહીં સંવૈધાનિક સુરક્ષાની વ્યવસ્થા છે. 

ભારત-બ્રિટન સંબંધો પર કહી આ વાત
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે આ ભારત સાથે સૌથી મોટા બે લોકતંત્રો વચ્ચે મિત્રતાની એક સારી ક્ષણ છે. તમને જણાવી દઇએ કે બ્રિટનના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત થયું અને તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. ઔપચારિક સ્વાગત બાદ મીડિયા સાથે વાત કરતાં જોનસને કહ્યું કે ભારત સાથે સંબંધ એટલા મજબૂત ક્યારેય ન હતા. 

આ પહેલાં ગુરૂવારે તેમણે અમદાવાદ પહોંચવા પર ભવ્ય સ્વાગત સમારોહ આયોજિત કરવા માટે ગુજરાત સરકાર ને લોકોનો આભાર વ્યક્ત કર્યો. બ્રિટનના પ્રધાનમંત્રી આજે મહાત્મા ગાંધી સમાધિ પર માળા અર્પણ કરવા માટે રાજઘાટ પણ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news