'રાફેલવાળા' વડાપ્રધાન ચૂંટણી પુરતા જ 'ચા વાળા' બની જાય છે: મમતા બેનર્જી
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી ચરમસીમા પર પહોંચી છે, બંન્ને એક બીજા પર કાદવ ઉછાળી રહ્યા છે
Trending Photos
કોલકાતા : લોકસભા ચૂંટણી પહેલા શાબ્દિક પ્રહારોનો સમયગાળો ચાલુ થઇ ચુક્યો છે. જલપાઇગુડીમાં વડાપ્રધાન મોદીની રેલી કર્યાનાં થોડા સમય બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મમતાએ વડાપ્રધાન મોદીનાં ચા વાળા નિવેદન પર હૂમલો કરતા કહ્યું કે, તેઓ ચૂંટણી માટે ચાયવાલા બને છે અને ત્યાર બાદ રાફેલવાળા બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આજે જલપાઇગુડીમાં અનેક યોજનાઓનું ખાતમુહર્ત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, આ સ્થળ સાથે મારો જુનો સંબંધ છે. તમે ચા ઉગાડનારાઓ છો અને હું ચા વેચનારો છું પરંતુ ખબર નહી ચા વાળાઓથી દીદી આટલા ચીડાઇ કેમ જાય છે.
મમતા બેનર્જીએ આ અંગે વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી હળાહળ ખોટુ બોલી રહ્યા છે. મમતાએ આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ચાના બગીચાના કર્મચારીઓનાં પેંશન મુદ્દે ખોટુ બોલ્યા છે. તેમણે અર્ધ સત્ય ગણાવ્યું છે. મને તે કહેતા શરમ આવી રહી છે કે ચૂંટણી પહેલા ચા વાળો અને ચૂંટણી બાદ તેઓ રાફેલવાળા બની જાય છે.
સીબીઆઇ વિવાદ અંગે બેનર્જીએ કહ્યું કે, આરબીઆઇથી માંડીને સીબીઆઇ તમામ એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યા છે. દરેક સંસ્થાઓ તેમને બાય બાય કરી રહી છે. ભારતને તેઓ જાણતા નથી.તેઓ નોટબંધી અને ભ્રષ્ટાચાર જેવા ગોટાળાઓ કરવામાં માસ્ટર છે.
બેનર્જીએ કહ્યું કે, જે પ્રકારે મહાગઠબંધન કામ કરી રહ્યું છે તે જોઇને વડાપ્રધાન ગભરાઇ ચુક્યા છે. હું ક્યારે પણ ડર્યો નથી. હું પોતાની પદ્ધતીથી લડી છું. મે હંમેશા માં-માટી- માનુષની ઇજ્જત કરી છે. આ દુર્ભાગ્ય છે કે મારા પૈસાની શક્તિથી તેઓ વડાપ્રધાન બની ગયા. આ અગાઉ જલપાઇગુડીમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મમતા સરકાર પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ટીએમસી સરકારની તમામ યોજનાઓનાં નામે વચેટિયાઓને અધિકાર છે. દીદી, દિલ્હી જવા માટે પરેશાન છે અને બંગાળને સિંડિકેટના લોકો લુંટી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે