ઝારખંડ: ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને બસ ખાઈમાં જઈ ખાબકી, 6ના મોત 39 ઘાયલ 

ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે થયેલા એક ગમખ્વાર બસ અક્સમાતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયાં.

ઝારખંડ: ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને બસ ખાઈમાં જઈ ખાબકી, 6ના મોત 39 ઘાયલ 

ગઢવા: ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે થયેલા એક ગમખ્વાર બસ અક્સમાતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયાં. આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા આવી રહી હતી. બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ અને બસ અન્નરાજ ઘાટીમાં જઈને ખાબકી

મળતી માહિતી મુજબ હાલ લોકોને બચાવવાનું કામ ચાલુ છે. અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન લોકોને બચાવવાના કામમાં લાગ્યાં છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

ઘાયલોમાં જુબેદાબીબી (25 વર્ષ), પુત્ર ઈમરાન અંસારી (5 વર્ષ), પુત્રી ખુશબુ પરવીન (12 વર્ષ), સસરા ઈસ્લામ મિયા, જબર ઠાકુર (25 વર્ષ), સહિત 39 લોકો સામેલ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news