CBSE ધોરણ 12ની પરીક્ષામાં આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 500માંથી 500 માર્ક્સ

લગભગ 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ અંક સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષામાં મેળવ્યા. જ્યારે એક લાખ 34 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીબીએસઈ ક્લાસ 12ના પરિણામમાં 90 ટકાથી વધુ માર્ક્સ મળ્યા. જાણો વધુ વિગતો....

CBSE ધોરણ 12ની પરીક્ષામાં આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 500માંથી 500 માર્ક્સ

CBSE Topper: સીબીએસઈ બોર્ડના ધોરણ 12ના પરિણામ આજે જાહેર થઈ ગયા. ઉત્તર પ્રદેશના બુલંદશહેરની તાન્યા સિંહે 12માં ધોરણની પરીક્ષામાં 500માંથી 500 અંક મેળવ્યા. તાન્યા સિંહ બુલંદ શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ)ની વિદ્યાર્થીની છે. સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કરનાર તાન્યા સિંહે પોતાના શહેરનું નામ રોશન કર્યું છે. સીબીએસઈનું પરિણામ અધિકૃત વેબસાઈટ પર જોઈ શકાય છે. 

વિદ્યાર્થીનીઓએ મારી બાજી
આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બાજી મારી લીધી છે. પરીક્ષામાં 94.54 ટકા વિદ્યાર્થીઓનીઓ અને 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જવાહર નવોદય વિદ્યાલયનું પરિણામ 98.93 ટકા છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 97.04 ટકા રહ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં તમામ ઝોનમાં ત્રિવેન્દમ ટોપ પર રહ્યુ છે. બુલંદશહેર ડીપીએસની અન્ય એક વિદ્યાર્થીની ભૂમિકા ગુપ્તાને 500માંથી 499 માર્ક મળ્યા છે. 

She says, "I had great support from my teachers & family. I fixed daily targets&slept only after achieving them. I want to be an IAS officer" pic.twitter.com/zyvQ2VQXTc

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 22, 2022

આટલા વિદ્યાર્થીઓને મળ્યા 95 ટકાથી વધુ માર્ક્સ
લગભગ 33 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ અંક સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષામાં મેળવ્યા. જ્યારે એક લાખ 34 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીબીએસઈ ક્લાસ 12ના પરિણામમાં 90 ટકાથી વધુ માર્ક્સ મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news