CBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે. 

CBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ CBSE Board Exams 2021: સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાને લઈને અંતિમ નિર્ણયને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે 300 વિદ્યાર્થીઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એનવી રમન્નાને પત્ર લખીને પરીક્ષા રોકવાની માંગ કરી છે. 

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ પાસે તે પણ માંગ કરી કે તે કેન્દ્ર સરકારને આ સંબંધમાં નિર્દેશ આપે કે વૈકલ્પિક અસેસમેન્ટ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવે. 

— ANI (@ANI) May 25, 2021

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે આવી મહામારીના સમયમાં ઓફલાઇન પરીક્ષાઓ કરાવવી ન માત્ર અન્યાયપૂર્ણ છે પરંતુ તે અવ્યહારિક પગલું પણ છે. જો ઓફલાઇ પરીક્ષાઓ કરાવવામાં આવે તો તેનાથી લાખો વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને સપોર્ટિંગ સ્ટાફના જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ખતરો ઉભો થશે. વિદ્યાર્થીઓએ 25 મેએ દેશમાં આવેલા કોરોના કેસની સંખ્યાનો હવાલો આપતા કહ્યું કે, અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેવામાં જ્યારે કોરોના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે તો ઘરની અંદર રહેવાનો એક વિકલ્પ બચ્યો છે. 

ઉલ્લેખનીય છે કે દેશભરમાં સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 14 લાખ 30 હજારથી વધુ છે. જો બધા સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવે તો પરીક્ષાર્થી 1.5 કરોડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news