ચંડીગઢમાં ફોરેન્સિક લેબોરટીના નીચે મળ્યું બંકર, ગટરની પાઈપમાંથી બનાવ્યો હતો રસ્તો
આ બંકરની અંદર જ્યારે ખોદકામ કર્યું ત્યારે અંદરથી ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ સહિત રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે પુસ્તકો, ચૂલો, વાસણ અને રમકડાંની પિસ્તોલ પણ મળી આવી હતી. બંકરના અંદરની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું હતું કે અહીં છેલ્લા ઘણા સમયથી કેટલાક શંકાસ્પદ લોકો રહેતા હશે.
Trending Photos
ચંડીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના(Chandigadh) સેક્ટર-36માં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (Central Forensic Science Laboratory- CFSL) બિલ્ડિંગના નીચે બંકર(Bunker) મળ્યા પછી શહેરવાસીઓ અચંભિત થઈ ગયા છે. અહીં ગુરૂવારે 31 ઓક્ટોબરના રોજ બિલ્ડિંગના બહારના ભાગમાં ખોદકામ કરતા સમયે 72 ફીટ પહોળું અને 140 ફૂટ લાંબુ બંકર મળ્યું હતું. તેમાં 7 થી 8 રૂમ પણ બનાવેલા હતા.
આ બંકરની અંદર જ્યારે ખોદકામ કર્યું ત્યારે અંદરથી ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ સહિત રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે પુસ્તકો, ચૂલો, વાસણ અને રમકડાંની પિસ્તોલ પણ મળી આવી હતી. બંકરના અંદરની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું હતું કે અહીં છેલ્લા ઘણા સમયથી કેટલાક શંકાસ્પદ લોકો રહેતા હશે.
તપાસ કરતા જાણવા મળ્યું કે, જે લોકો અંદર રહેતા હતા તેમણે બંકરમાં આવવા-જવા માટેનો રસ્તો CFSLની ગટરલાઈનને જોડતી મુખ્ય પાઈપલાઈનમાંથી બનાવ્યો હતો. ખોદકામ કર્યું ત્યારે એવું હતું કે અંદર ત્રણથી ચાર લોકો છે, પરંતુ જેવું બંકર ખોલવામાં આવ્યું તેઓ પાઈપના રસ્તે ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
ઝી મીડિયાની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બંકરના અંદર જઈને જોયું તો આ પાઈપ લગભગ 100 મીટર લાંબો જોવા મળ્યો હતો. પાઈપના અંદર જવામાં શ્વાસ લેવામાં તો મુશ્કેલી પડતી જ હતી, પરંતુ અંદરની સ્થિતિ એવી હતી કે સામાન્ય નાગરિક મુશ્કેલીથી રહી શકે, કેમ કે અંદર વિજળી કે પાણીની કોઈ સુવિધા ન હતી. તેમ છતાં તેમાં શંકાસ્પદ લોકો રહેતા હતા એ જોતાં સુરક્ષાની દૃષ્ટિએ અનેક મોટા સવાલ પેદા થાય છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે