BJP- શિવસેના વચ્ચે મધ્યસ્થી દ્વારા વાટાઘાટો, એક-બીજા સમક્ષ મુક્યા નવા પ્રસ્તાવઃ સૂત્ર

શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને 21 મંત્રી પદની માગણી કરી રહી છે. કેન્દ્ર સરકારમાં પણ એક મંત્રી પદની માગણી કરી છે. આ સાથે જ શિવસેનાએ રાજ્યમાં મહેસુલ, નાણા, શહેરી વિકાસ અને ગૃહમંત્રાલયમાંથી કોઈ પણ બે મંત્રાલય શિવસેના પાસે રહે તેવી શરતો રજુ કરી છે. 

Updated By: Nov 1, 2019, 07:55 PM IST
BJP- શિવસેના વચ્ચે મધ્યસ્થી દ્વારા વાટાઘાટો, એક-બીજા સમક્ષ મુક્યા નવા પ્રસ્તાવઃ સૂત્ર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (BJP- Shivsena) વચ્ચે મુખ્યમંત્રી પદ(CM Post) સહિત અન્ય મંત્રી પદ અને સત્તામાં ભાગીદારીના મુદ્દે ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ભાજપ અને શિવસેના વચ્ચે હાલ એક મધ્યસ્થી(mediator) દ્વારા વાટાઘાટો ચાલી રહી છે. બંને પક્ષોએ એક બીજા સમક્ષ નવા પ્રસ્તાવ મુક્ય છે. 

શિવસેનાની માગણી
શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને 21 મંત્રી પદની માગણી કરી રહી છે. કેન્દ્ર સરકારમાં પણ એક મંત્રી પદની માગણી કરી છે. આ સાથે જ શિવસેનાએ રાજ્યમાં મહેસુલ, નાણા, શહેરી વિકાસ અને ગૃહમંત્રાલયમાંથી કોઈ પણ બે મંત્રાલય શિવસેના પાસે રહે તેવી શરતો રજુ કરી છે. 

'ધર્મ-જાતિની રાજનીતિ કરતી પાર્ટીને ટેકો ન આપી શકીએ': સુશીલકુમાર શિંદે

ભાજપ કઈ શરતો માની શકે?
ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ પદ આપી શકે છે, પરંતુ આદિત્ય ઠાકરે, સુભાષ દેસાઈ કે એકનાથ શિંદેમાંથી કોઈ એક નાયબ મુખ્યમંત્રી બને. ભાજપે અગાઉ 13 મંત્રીપદ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ હવે 16 મંત્રીપદ માટે તૈયાર થયું છે. આ સાથે જ મહેસુલ, નાણા, શહેરી વિકાસ અને ગૃહમંત્રાલય એમ કુલ ચારમાંથી માત્ર એક મંત્રાલય શિવસેનાને આપી શકે છે. વધુ પડતી સંભાવનાઓ મહેસુલ વિભાગની છે. 

આ ઉપરાંત, કેન્દ્ર સરકારમાં પણ શવિસેનાને એક સ્વતંત્ર પ્રભાર મંત્રાલય આપી શકે છે. સૂત્રો અનુસાર, સિંચાઈ, કૃષિ, ગ્રામીણ વિકાસ, આદિવાસી વિકાસ મંત્રાલયમાંથી કોઈ એક મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર શિવસેનાને મળી શકે છે.

આ તારીખે દેવેન્દ્ર ફડણવીસ લઈ શકે છે CM પદના શપથ, વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે સમારોહ 

હાલ તો ભાજપ અને શિવસેના વચ્ચે વાટાઘાટો ચાલુ છે, પરંતુ જો કોઈ અંતિમ નિષ્કર્ષ નહીં નિકળે તો ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સરકાર બનાવાનો દાવો રજુ કરશે અને સરકાર બનાવશે. ભાજપ આવતા અઠવાડિયે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ભાજપે વાનખાડે સ્ટેડિયમમાં ભવ્ય શપથ સમારોહનું આયોજન કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....