શું ચંદ્ર પર માનવ વસ્તી વસી શકશે? Chandrayaan-2 પાસે શું છે અપેક્ષાઓ ?

ચંદ્રયાન જેવા મુન મિશન મોકલવાનો ઇરાદો ચંદ્ર પર માનવ વસ્તી બનાવવાની શરૂઆત છે? આ ચર્ચા 2008માં પણ થઇ હતી

શું ચંદ્ર પર માનવ વસ્તી વસી શકશે? Chandrayaan-2 પાસે શું છે અપેક્ષાઓ ?

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) થોડી કલાકો બાદ 15 જુલાઇ એટલે કે મોડી રાત્રે 2.51 વાગ્યે પોતાનું મુન મિશન ચંદ્રયાન-2 ચંદ્ર માટે લોન્ચ કરશે. તેના કારણે માત્ર એક વાત મગજમાં આવે છે કે આખરે ચંદ્ર પર વ્યક્તિ જવા જ શા માટે ઇચ્છે છે ? વર્ષ 1950 માં કોઇએ નહોતું વિચાર્યું કે આગામી બે દશકોમાં લોકો ચંદ્રની સપાટી પર પહોંચી જશે.

કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહનો દાવો, કાશ્મીરમાં આતંકવાદનું આ અંતિમ વર્ષ
શું ચંદ્રયાન જેવા મૂન મિશન મોકલવાનો ઇરાદો ચંદ્ર પર માનવ વસ્તી બનાવવાની શરૂઆત છે ? આ ચર્ચા 2008માં પણ થઇ હતી જ્યારે ચંદ્રયાન-1 ચંદ્ર પર ગયું હતું. ત્યારે પણ વિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. યશપાલે કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં તો આ શક્ય નથી, જો કે 50 થી 75  વર્ષમાં માણસ ઇચ્છે તો ચંદ્ર પર વસ્તી વસાવી શકે છે. જો કે તેના માટે તો લાખો કરોડો રૂપિયાની જરૂર પડશે. અમેરિકા, રશિયા, ચીન જેવા દેશ આવુ કરી શકે છે પરંતુ ભારતને એવું કરવામાં ઓછામાં ઓછા 100થી 150 વર્ષ લાગી જશે. 

Chandrayaan-2 Launch LIVE Updates: ISRO ઇતિહાસનું કાઉન્ટ ડાઉન શરૂ કર્યું
સવાલ છે કે ચંદ્ર પર જ વસ્તી શા માટે બનાવવામાં આવે ?
વસ્તીઓ વસાવવા માટે અમે ચંદ્ર પર કેમ જાય ? સ્પેર મિશનનાં આશરે 60  વર્ષ થઇ ચુક્યા છે. એક પ્રકારથી જોઇએ તો આપણને તેનો જવાબ મળતો દેખાય છે. અમે વસ્તી બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ કારણ કે અમારી પાસે સંચાર પ્રણાલી છે. અમે હવામાનનું પૂર્વાનુમાન લગાવી શકીએ છીએ. જળવાયુ પરિવર્તન સમજી શકીએ છીએ. અમારી પાસે જીપીએસ છે. ધરતી અને તેના પર્યાવરણ અંગે ગહન માહિતી અને આપદાની ચેતવણી છે. 

સરહદનાં સિપાહીથી ખેતરનાં ખેડુત સુધી, કઇ રીતે મદદગાર છે ISRO
ટેક્નોલોજી દિન પ્રતિદિન આધુનિક થઇ રહી છે. ઇન્ફ્રા રેડ ઇયર થર્મોમીટર અને એલઇડી આધારિત ઉપકરણ ચંદ્ર પર મદદગાર સાબિત થશે. માણસ 6 વખત પહેલા જ ચંદ્ર પર પગના નિશાન છોડી ચુક્યું છે. એપોલો 17 મિશન સૌથી વધારે ત્રણ દિવસ સુધી ચંદ્ર પર રહ્યું હતું, જ્યાં 3.8 કરોડ વર્ગ કિલોમીટર જમીન છે. 

સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું
આશરે 2.40 લાખ કરોડનો ખર્ચ આવશે માણસને ચંદ્ર પર લઇ જવા અને પરત લાવવામાં
અમેરિકાએ જેટલી વખત ચંદ્ર પર માનવ મિશન મોકલ્યું તેનો ખર્ચ પ્રતિ વર્ષ વધતો ગયો. આજની તારીખમાં બે લોકોને ચંદ્ર પર મોકલી, થોડા દિવસ ત્યાં વિતાવીને પરત ફરવામાં ઓછામાં ઓછું 2.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેનાથી વધારે પૈસા લાગશે ચંદ્ર પર હવા અને પાણી બનાવવામાં. 

બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
આપણને ખબર છેકે ચંદ્ર પર મોટા પ્રમાણમાં બરફનું પાણી છે. પથ્થરોમાં ઓક્સીઝન કેદ છે. એટલા માટે ચંદ્રના ભાવી નાગરિકો માટે હવા અને પાણીની જરૂરિયાતો પુર્ણ થઇ શકે છે. જો કે અત્યાર સુધી હવા અને પાણીનું યોગ્ય પ્રમાણનો અંદાજ લગાવી શકાયો નથી. જો કે ભવિષ્યમાં સંભાવનાઓ સારી છે. ચંદ્ર પર જવાના ઘણા કારણો છે. ત્યાં હીલીયમનું મોટુ પ્રમાણ, જેનો ઉપયોગ ઉર્જા માટે હોઇ શકે છે અને પર્યટન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news