PM Modi ISRO Visit: ઈસરો કમાન્ડ સેન્ટરમાં ભાવુક થયા પીએમ મોદી, ભીની આંખે વૈજ્ઞાનિકોને કર્યું સેલ્યૂટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દેશના પ્રવાસને પૂરો કરીને આજે સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચ્યા છે. 40 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ગ્રીસનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અગાઉ 1983માં ઈન્દિરા ગાંધીએ ગ્રીસની મુલાકાત કરી હતી.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દેશના પ્રવાસને પૂરો કરીને આજે સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચ્યા છે. 40 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ગ્રીસનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અગાઉ 1983માં ઈન્દિરા ગાંધીએ ગ્રીસની મુલાકાત કરી હતી. પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં થયેલી બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. સ્વદેશ પાછા ફરતા જ પીએમ મોદી સીધા બેંગલુરુના ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા. પીએમ મોદીનું વિમાન બેંગલુરુના HAL એરપોર્ટ પર સવારે લગભગ 6 વાગે લેન્ડ થયું. ત્યાંથી તેઓ ઈસરો ઈડક્વાર્ટર પહોંચ્યા. અહીં તેમણે ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવનારી વિજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરી. આ પહેલા પીએમ મોદીએ એરપોર્ટથી નીકળતી વખતે સ્વાગતમાં ત્યાં ઊભેલા લોકોને સંબોધન પણ કર્યું હતું. ત્યાં પીએમ મોદીએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો નારો પણ આપ્યો. આ સાથે જ બેંગલુરુના રસ્તાઓ પર રોડ શો પણ કર્યો.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદી બેંગલુરુના ઈસરો કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલ પહોંચ્યા. અહીં મિશનમાં સામેલ તમામ વૈજ્ઞાનિકો હાજર રહ્યા. પીએમ મોદીનું હોલમાં સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઈસરો પ્રમુખે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીનું ઈસરોના કંટ્રોલ સેન્ટરમાં સ્વાગત છે. ત્યારબાદ ઈસરો પ્રમુખે પીએમ મોદીને એ પણ જણાવ્યું કે ચંદ્રયાન 3 કેવી રીતે ચંદ્ર પર ઉતર્યું અને ત્યારબાદ હવે રોવર પ્રજ્ઞાન કેવી રીતે કામ કરશે. પીએમ મોદીએ તમામ ચીજોને બારીકાઈથી સમજી.
પીએમ મોદી ભાવુક થયા
વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવતી વખતે પીએમ મોદી ભાવુક થતા જોવા મળ્યા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હું તમને વૈજ્ઞાનિકોને સેલ્યૂટ કરવા ઈચ્છું છું. આ કોઈ સાધારણ સફળતા નથી. આ અંતરિક્ષમાં ભારતના સામર્થ્યનો શંખનાદ છે. પીએમ મોદીએ કહ્યું કે મારી આંખો સામે 23 ઓગસ્ટની એક એક સેકન્ડ વારંવાર ઘૂમી રહી છે. જ્યારે ટચડાઉન કન્ફર્મ થયું. જે પ્રકારે ઈસરો સેન્ટર અને સમગ્ર દેશમાં લોકો ઉછળી પડ્યા તે દ્રશ્ય કોણ ભૂલી શકે. કેટલીક સ્મૃતિઓ અમર થઈ જાય છે. તે પળ અમર થઈ ગઈ. તે પળ આ સદીની સૌથી પ્રેરણાદાયક ક્ષણોમાંથી એક છે. દરેક ભારતીયને લાગતું હતું કે વિજય પોતાનો થયો છે. પોતે મહેસૂસ કરતો હતો. દરેક ભારતીયને લાગી રહ્યું છે કે તે એક મોટી પરીક્ષામાં પાસ થઈ ગયો. આજે પણ શુભેચ્છા અને સંદેશા અપાઈ ર હ્યા છે. આ બધુ તમે બધાએ શક્ય બનાવ્યું છે. આ સાથે પીએ મોદીએ 3 મહત્વની જાહેરાત કરી.
બેંગલુરુમાં પ્રધાનમંત્રી મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કરી મુલાકાત, વૈજ્ઞાનિકોને સંબોધન દરમિયાન PM મોદી થયા ભાવુક... #pmmodi #Chandrayaan3 #Bengaluru #IndiaOnTheMoon #ZEE24Kalak pic.twitter.com/FXD1keNWSH
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2023
જ્યાં લેન્ડર ઉતર્યું તે પોઈન્ટનું નામ શિવશક્તિ
પીએમ મોદીએ કહ્યું કે તે ચંદ્રના રહસ્યોને ઉજાગર કરશે. આ સાથે જ ધરતીના પડકારોના સમાધાનમાં પણ મદદ કરશે. આ સફળતા માટે મિશનની સમગ્ર ટીમની શુભેચ્છા પાઠવું છું. મારા પરિવારજનો તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચ ડાઉનનું નામ આપવાની પરંપરા છે. ચંદ્રમાના જે ભાગ પર ચંદ્રયાન 3 ઉતર્યું છે ભારતે તેના નામકરણનો નિર્ણય લીધો છે. જ્યાં લેન્ડર ઉતર્યું છે તે પોઈન્ટને શિવશક્તિના નામથી ઓળખવામાં આવશે.
ચંદ્રયાન-2એ જ્યાં પદચિન્હ છોડ્યા તે તિરંગાના નામથી ઓળખાશે
પીએમ મોદીએ કહ્યું કે વધુ એક નામકરણ ઘણા સમયથી પેન્ડિંગ છે. ચાર વર્ષ પહેલા જ્યારે ચંદ્રયાન 2 ચંદ્રમા પાસે પહોંચ્યું હતું. જ્યાં તેમના પદચિન્હ પડ્યા હતા ત્યારથી નક્કી હતું કે તેનું નામ આપવામાં આવે. પરંતુ એ પરિસ્થિતિઓને જોતા અમે નક્કી કર્યું હતું કે જ્યારે ચંદ્રયાન 3 સફળતા પૂર્વક પહોંચીશું ત્યારે બંને ચંદ્રયાન મિશનને નામ આપીશું. આજે જ્યારે દરેક ઘરમાં તિરંગો છે, આથી ચંદ્રયાન 2 જે સ્થળે પદચિન્હો છોડ્યા છે તે સ્થળ હવે તિરંગા પોઈન્ટ કહેવાશે. જ્યાં ચંદ્રયાન 3નું મૂન લેન્ડર પહોંચ્યું છે તે સ્થાન આજથી શિવશક્તિ કહેવાશે.
23 ઓગસ્ટ હવે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે
પીએમ મોદીએ એલાન કર્યું કે જે દિવસે ઈસરોએ ભારતનો તિરંગો ચંદ્ર પર લહેરાવ્યો એટલે કે જે દિવસે આપણું ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કર્યું તે દિવસ 23 ઓગસ્ટ દર વર્ષે ભહારત નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવશે. દર વર્ષે ભારત આ ઉપલબ્ધિને યાદ કરશે અને આગળ વધવાની પ્રેરણા લેશે.
પીએમ મોદીનો રોડશો
આ અગાઉ પીએમ મોદીએ ત્યારબાદ બેંગલુરુમાં રોડ શો કર્યો. રોડ શોમાં લોકોના હાથમાં તિરંગો અને પીએમ મોદીના તસવીરોવાળા પોસ્ટરો જોવા મળ્યા. તેમને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી.
પીએમ મોદી વૈજ્ઞાનિકોને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરુ ખાતે વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન પીએમ મોદીએ પીઠ થપથપાવીને ઈસરો ચીફનું અભિવાદન કર્યું.
#WATCH कर्नाटक: प्रधानमंत्री नरेंद्र मोदी ने बेंगलुरु में इसरो टेलीमेट्री ट्रैकिंग एंड कमांड नेटवर्क मिशन कंट्रोल कॉम्प्लेक्स में चंद्रयान 3 मिशन में शामिल ISRO प्रमुख एस सोमनाथ और ISRO टीम के अन्य वैज्ञानिकों से मुलाकात की और 23 अगस्त को चंद्रमा पर चंद्रयान-3 की सफल लैंडिंग के… pic.twitter.com/twNT96Dh9Z
— ANI_HindiNews (@AHindinews) August 26, 2023
એરપોર્ટ પર લોકોનું અભિવાદન કર્યું
પીએમ મોદીએ એરપોર્ટથી નીકળતી વખતે સ્વાગતમાં ત્યાં ઊભેલા લોકોને સંબોધન પણ કર્યું હતું. ત્યાં પીએમ મોદીએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો નારો પણ આપ્યો. તેમણે કહ્યું કે હું મારી જાતને રોકી શકતો નહતો કારણ કે હું વિદેશમાં હતો એટલે નક્કી કર્યું હતું કે ભારત જઈશ તો સૌથી પહેલા બેંગલુરુ જઈશ. સૌથી પહેલા એ વૈજ્ઞાનિકોને નમન કરીશ...આ સમય ઉદ્બોધનનો નથી. મારું મન એ વૈજ્ઞાનિકો પાસે પહોંચવા માટે ઉત્સુક છે.
#WATCH कर्नाटक: प्रधानमंत्री नरेंद्र मोदी ने बेंगलुरु में एचएएल हवाईअड्डे के बाहर एकत्र लोगों का अभिवादन किया।
प्रधानमंत्री नरेंद्र मोदी ISRO टेलीमेट्री ट्रैकिंग एंड कमांड नेटवर्क मिशन कंट्रोल कॉम्प्लेक्स में चंद्रयान-3 मिशन में शामिल ISRO टीम के वैज्ञानिकों से मुलाकात करेंगे। pic.twitter.com/l6JJppmTL6
— ANI_HindiNews (@AHindinews) August 26, 2023
પીએમ મોદી ગ્રીસથી સ્વદેશ પાછા ફરી બેંગ્લુરુ પહોંચ્યા
પીએમ મોદીનું વિમાન બેંગલુરુના HAL એરપોર્ટ પર સવારે લગભગ 6 વાગે લેન્ડ થયું. ત્યાંથી તેઓ ઈસરો ઈડક્વાર્ટર પહોંચ્યા. અહીં તેમણે ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવનારી વિજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરી.
#WATCH कर्नाटक: दक्षिण अफ्रीका और ग्रीस की अपनी दो देशों की यात्रा के समापन के बाद प्रधानमंत्री नरेंद्र मोदी बेंगलुरु के एचएएल हवाई अड्डे पहुंचे।
प्रधानमंत्री नरेंद्र मोदी ISRO टेलीमेट्री ट्रैकिंग एंड कमांड नेटवर्क मिशन कंट्रोल कॉम्प्लेक्स में चंद्रयान-3 मिशन में शामिल ISRO टीम… pic.twitter.com/Se9w7wTRtW
— ANI_HindiNews (@AHindinews) August 26, 2023
જુઓ લાઈવ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે