આઘાતજનક! BP લો થઈ જતા મહિલા હોસ્પિટલ પહોંચી, ડોક્ટરે માર્યા લાફા, Viral થયો Video

Viral Video: છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આઘાતજનક! BP લો થઈ જતા મહિલા હોસ્પિટલ પહોંચી, ડોક્ટરે માર્યા લાફા, Viral થયો Video

Viral Video: છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો કોરબાની જિલ્લા મેડિકલ કોલેજનો છે. મહિલાને બીપી લો થઈ ગયું હતું. બીપી લો થવાની ફરિયાદ પર તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મેડિકલ કોલેજના ડીન ડો.અવિનાશ મેશ્રામે કહ્યું કે તેમને આ મામલે જાણકારી મળી છે. તેમણે કહ્યું કે અમને જાણ થઈ છે કે ડોક્ટર દારૂના નશામાં હતો અને તેણે દર્દીને લાફા માર્યા. આરોપી ડોક્ટરને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ કેઝ્યૂઅલ્ટીમાં તૈનાત ડોક્ટરે મહિલા દર્દીને એક બાદ એક લાફા માર્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી લીધી. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી દારૂડિયા ડોક્ટર પાસે નોટિસ મોકલી જવાબ માંગવામાં આવ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) November 10, 2022

એવું કહેવાય છે કે મહિલાનું બીપી લો થઈ ગયું હતું. તેના પરિજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. સારવાર દરમિયાન ડોક્ટરે અનેકવાર લાફા માર્યા. સારવાર દરમિયાન ડોક્ટર દારૂ પીધેલો હતો. હાલ દર્દીના પરિજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરી નથી. ડોક્ટર વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news