અમિત શાહે લીધી અરૂણાચલની મુલાકાત, ચીને વાંધો ઉઠાવ્યો, ભારતે આપ્યો જવાબ
નોવેલ કોરોના વાયરસના પ્રકોપથી ઘેરાયેલા ચીને ફરી એકવાર ગુરૂવારે ભારત સાથે એક શત્રુતાપૂર્ણ મોરખો ખોલી દીધો છે. બીજિંગે અરૂણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની યાત્રાનો દ્વઢતાથી વિરોધ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી/બીજિંગ: નોવેલ કોરોના વાયરસના પ્રકોપથી ઘેરાયેલા ચીને ફરી એકવાર ગુરૂવારે ભારત સાથે એક શત્રુતાપૂર્ણ મોરખો ખોલી દીધો છે. બીજિંગે અરૂણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની યાત્રાનો દ્વઢતાથી વિરોધ કર્યો છે. ચીને ભારતને સીમા મુદ્દે પેચીદા કરવા વિરૂદ્ધ ચેતાવણી આપી છે. તેના પર પ્રતિક્રિયા આપતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે. ભારતીય રાજનેતા ત્યાં એ પ્રકારે જાય છે જે પ્રકારે અન્ય રાજ્યોની યાત્રા કરે છે. કોઇ ભારતીય રાજનેતાના ભારતના કોઇ ક્ષેત્રમાં જવા પર કોઇપણ પ્રકારનો વાંધો ન હોવો જોઇએ.
આ પહેલાં અરૂણાચલ પ્રદેશને લઇને ભારતની સંપ્રભુતાને લઇને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે બીજિંગમાં મીડિયાએ જણાવ્યું કે ''ચીની સરકારે તથાકથિત 'અરૂણાચલ પ્રદેશ'ને ક્યારેય માન્યતા આપી નથી અને શાહની યાત્રાનો દ્વઢતાથી વિરોધ કરે છે.''
જોકે ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બત ક્ષેત્રનો એક ભાગ માને છે. એટલા માટે તે વડાપ્રધાનથી માંડીને કેંદ્વીય મંત્રીઓના અરૂણાચલ પ્રદેશના પ્રવાસને લઇને પોતાનો વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ગેંગે કહ્યું ''ભારત-ચીનના પૂર્વી ક્ષેત્ર અથવા ચીનના તિબ્બત ક્ષેત્રના દક્ષિણી ભાગ પર ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે. ગેંગએ કહ્યું કે આ યાત્રાને ચીનની સ્થાનિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે આ ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન કરતાં પરસ્પર રાજકીય વિશ્વાસ તોડવા જેવી વાત છે. તેમણે નવી દિલ્હીને એવી કોઇ કાર્યવાહી ન કરવા માટે કહ્યું જે સીમા મુદ્દે વધુ જટિલ બનાવી દે. ગેંગે કહ્યું કે ચીની પક્ષ ભારતીય પક્ષથી સીમા ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે નક્કાર કાર્યવાહી કરવાનો આગ્રહ કરે છે.
અરૂણાચલ પ્રદેશ 34 વર્ષ પહેલાં 20 ફેબ્રુઆરીના રોજ એક કેન્દ્ર શાસિત પ્રદેશથી પૂર્ણ રાજ્ય બન્યું હતું. આ ક્ષેત્ર 1913-14માં બ્રિટિશ ભારતનો ભાગ હતો અને ઔપચારિક રીતે ત્યારથી સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત અને તિબ્બત વચ્ચે સીમા તરીકે મેકમોહન રેખા સ્થાપિત થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે