CAAના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો, પોલીસ છોડ્યા ટીયર ગેસના સેલ, બે મેટ્રો સ્ટેશન બંધ

સીએએના વિરોધમાં જાફરાબાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ તો આ કાયદાના સમર્થનમાં ભાજપને નેતા કપિલ મિશ્રાની આગેવાનીમાં મૌજપુર ચોક પર લોકો ભેગા થયા છે. 

CAAના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો, પોલીસ છોડ્યા ટીયર ગેસના સેલ, બે મેટ્રો સ્ટેશન બંધ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના સમર્થન અને વિરોધને લઈને દિલ્હીમાં રવિવારે અલગ સ્થિતિ ઊભી થઈ છે. સીએએના વિરોધમાં જાફરાબાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ તો આ કાયદાના સમર્થનમાં ભાજપના નેતા કપિલ મિશ્રાની આગેવાનીમાં મૌજપુર ચાર રસ્તા પાસે લોકો ભેગા થયા છે. તો મૌજપુરના કબીર નગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. પથ્થરમારાને કારણે તે વિસ્તારમાં અફરાતરફરીનો માહોલ બની ગયો છે. આ સિવાય જાફરાબાદમાં પણ સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. 

પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ
જાણવા મળી રહ્યું છે કે, કબીરનગર મેટ્રો સ્ટેશનની પાસે સીએએના સમર્થક અને વિરોધી એક-બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા, જેના કારણે ત્યાંના રસ્તામાં ભાગદોડ મચી ગઈ છે. આ પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને પોલીસે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસ બંન્ને પક્ષો તરફથી થઈ રહેલા પથ્થરમારાને રોકવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે. 

મહત્વનું છે કે મૌજપુરમાં જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાના સમર્થક ભેગા થયા છે ત્યાંથી માત્ર અડધો કિલોમીટર દૂર જાફરાબાદમાં સીએએના વિરોધી ભેગા થયા છે. 

— ANI (@ANI) February 23, 2020

બે મેટ્રો સ્ટેશન બંધ
સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ચાલી રહેલા ટકરાવને કારણે દિલ્હી મેટ્રો (DMRC)એ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધા છે. 

કપિલ મિશ્રાએ સમર્થકોની સાથે મૌજપુર ચાર રસ્તાને બ્લોક કર્યો
ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, જાફરાબાદ પ્રદર્શનના વિરોધમાં અને સીએએના સમર્થનમાં તેઓ રોડ પર ઉતર્યાં છે. તેમણે કહ્યું કે, અમે દિલ્હીમાં બીજું શાહીન બાગ બનવા દેશું નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news