India China: અરૂણાચલમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને દેશોના ઘણા જવાન ઘાયલ

China એ  LAC ની પાસે ફરી એકવાર નાપાક હરકત કરી છે. ચીનની સેના (PLA) અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરૂણાચલ પ્રદેશમાં ઘર્ષણ થયું છે. બંને સેનાઓના સૈનિકો વચ્ચે આ ઘર્ષણ તવાંગમાં થયું છે. 
 

India China: અરૂણાચલમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને દેશોના ઘણા જવાન ઘાયલ

India China Clash: ચીને LAC પાસે ફરી એકવાર નાપાક હરકત કરી છે. ચીનની સેના (PLA) અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરૂણાચલ પ્રદેશમાં ઘર્ષણમાં થયું છે. આ ઘટના 9 ડિસેમ્બર 2022 ની છે. બંને સેનાઓના સૈનિકો વચ્ચે ઘર્ષણ તવાંગમાં થયું છે. 

આ ઘર્ષણમાં બંને દેશોના જવાનો ઘાયલ થયા છે. અરૂણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં એલએસીના કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ ધારણના ક્ષેત્રમાં જ્યાં બંને પક્ષ પોતાના દાવાની સીમા સુધી ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરે છે. આ વર્ષ 2006 થી ચાલી રહ્યું છે. 9 ડિસેમ્બર 2022 ના ચીનના સૈનિક તવાંગ સેક્ટરમાં એલએસી સુધી પહોંચવા માંગતા હતા. જેનો ભારતીય સૈનિકોએ દ્રઢતાથી મુકાબલો કર્યો. આ આમને-સામનેની લડાઇમાં બંને પક્ષોના કેટલાક સૈનિકોને સામાન્ય ઇજા પહોંચી. બંને પક્ષોએ તાત્કાલિક ક્ષેત્રથી હટી ગયા છે. ઘટના બાદ ક્ષેત્રમાં બંને દેશોની સેનાઓના કમાંડર વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઇ છે. 

બે વર્ષ પહેલાં ગલવાનમાં થયું હતું ઘર્ષણ
ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણ કોઇ નવી વાત નથી. આ પહેલાં વર્ષ 2020 માં જૂનના મહિનામાં ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં કર્નલ સંતોષ અને બાબૂ સહિત ભારતના 20 જવાનો શહીદો થઇ ગયા હતા. પરંતુ ચીન પોતાના સૈનિકોના મોતને છુપાવતું રહ્યું. કેટલાક રિપોર્ટ્સ અનુસાર તેના 38 સૈનિકો તેમાં મૃત્યું પામ્યા હતા. ચીને ફક્ત 4 સૈનિકોની વાત સ્વિકારી હતી. 

ગલવાન ઘાટીમાં ભીષણ ઘર્ષણ બાદ ભારત અને ચીનના સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો હતો. પૂર્વી લદ્દાખના ડેમચોક અને દેપસાંગ ક્ષેત્રોમાં ગતિરોધને ઉકેલવા પર હજુ સુધી કોઇ પ્રગતિ થઇ નથી, જોકે બંને પક્ષોએ સૈન્ય અને રાજકીય વાર્તાના દ્વારા ટકરાવવાળા પોઇન્ટ પરથી સૈનિકોને પાછળ ખસેડ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news