બેટી બચાવો..બિહારમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ-શિક્ષકો મળીને 7 માસથી કરતા હતાં વિદ્યાર્થીનીનો ગેંગરેપ
Trending Photos
સારણ/છપરા: કડક કાયદાની સાથે સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમમંત્રી જેવા મોટા પદો પર બેઠેલા લોકોને સતત અપીલ બાદ પણ દેશભરમાં દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધો પર લગામ કસતી જોવા મળતી નથી. તાજો મામલો બિહારના સારણથી આવ્યો છે. અહીં એક ખાનગી શાળામાં ભણતી 10માં ધોરણની વિદ્યાર્થીની પર શિક્ષક અને વિદ્યાર્થીઓ મળીને સાત મહિનાથી ગેંગરેપ કરી રહ્યા હતાં. એવો આરોપ છે કે સાત મહિના પહેલા એક વિદ્યાર્થીએ ક્લાસમાં જ વિદ્યાર્થીનીનો રેપ કર્યો હતો. લોકલાજના પગલે તેણે કોઈને કહ્યું નહીં. ત્યારબાદ આ આરોપી વિદ્યાર્થીએ આ વાત બીજા વિદ્યાર્થીઓને કહી દીધી. એવો પણ આરોપ છે કે ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓ મળીને છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીનો રેપ કરી રહ્યાં હતાં.
પોલીસ સામે મામલો આવ્યા બાદ પ્રાચાર્ય સહિત બે શિક્ષકો અને 2 આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવાઈ છે. ફરાર થઈ ગયેલા 13 વિદ્યાર્થીઓની પોલીસ શોધમાં છે. પીડિતાએ એક્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે ડિસેમ્બર 2017માં પહેલીવાર તેના ઉપર વિદ્યાર્થીએ ક્લાસમાં જ રેપ કર્યો હતો. ત્યારબાદ તે બ્લેકમેઈલ કરવા લાગ્યો કે જો તે બીજીવાર નહીં કરવા દે તો આખી વાત સ્કૂલમાં ફેલાવી દેશે. ડરની મારી વિદ્યાર્થીનીએ પોતાના પર રેપની વાત કોઈને કરી નહીં. જેના કારણે આરોપી વિદ્યાર્થીનું મનોબળ વધી ગયું અને તેણે પોતાના અન્ય સાથી વિદ્યાર્થીઓ દ્વારા પણ વિદ્યાર્થીની પર રેપ કરાવવા લાગ્યો.
આ વાત જ્યારે શાળાના શિક્ષકો સુધી પહોંચી તો તેમણે આરોપી વિદ્યાર્થીઓને રોકવાની જગ્યાએ પોતે પણ આ જઘન્ય કામમાં સામેલ થઈ ગયાં. એક શિક્ષક અને પ્રાચાર્યએ પણ વિદ્યાર્થીનીનો રેપ કર્યો. આ સિલસિલો અનેક મહિનાથી ચાલતો રહ્યો. 15 વિદ્યાર્થીઓ અને પ્રાચાર્ય સહિત 2 શિક્ષકોના ગેંગરેપથી દુખી દુખી થયેલી વિદ્યાર્થીની માટે હવે એટલું અસહ્ય થઈ ગયું કે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે ચાર આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. બાકીના 13ની શોધ ચાલુ છે.
13 વર્ષના વિદ્યાર્થીનીએ પિતા સાથે શુક્રવારે એક્મા પોલીસ સ્ટેશન જઈને ઈન્સ્પેક્ટર અનુજકુમાર સિંહને પોતાની આપવીતિ જણાવી. સૂચના મહિલા પોલીસ સ્ટેશનને આપીને વિદ્યાર્થીનીનું નિવેદન નોંધવામાં આવ્યું. મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિદ્યાર્થીનીને પોતાની સાથે જિલ્લા હેડક્વાર્ટર લઈને ગઈ. ત્યાં છપરા સદર એસડીપીઓ અજકુમાર સિંહે શાળાના પ્રાચાર્ય ઉદયકુમાર સિંહ, શિક્ષક બાલાજી અને બે વિદ્યાર્થીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા. 13 આરોપી વિદ્યાર્થીઓ હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે