જમાતીઓ આઇસોલેશન વોર્ડમાં નર્સો સાથે કરે છે ખરાબ વર્તન અને ગંદા ઇશારા, ફરિયાદ દાખલ

ઉત્તરપ્રદેશનાં ગાઝીયાબાદમાં આઇશોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા કોરોનાના શંકાસ્પદ જમાતિઓ પર ગંભીર આરોપ લગાવતા જિલ્લા સીએમઓએ ઘંટાઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સેન્ટરમાં જમાતીઓ મહિલા નર્સ સામે અર્ધ નગ્ન હાલતમાં ફરે છે અને ગંદા ગંદા ઇશારાઓ કરે છે. સીએમઓએ જણાવ્યું કે, જમાતી અહીં મેડિકલ સ્ટાફ પાસે બીડી સિગરેટની ડિમાન્ડ પણ કરતા રહે છે.

Updated By: Apr 2, 2020, 11:54 PM IST
જમાતીઓ આઇસોલેશન વોર્ડમાં નર્સો સાથે કરે છે ખરાબ વર્તન અને ગંદા ઇશારા, ફરિયાદ દાખલ

ગાઝીયાબાદ : ઉત્તરપ્રદેશનાં ગાઝીયાબાદમાં આઇશોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા કોરોનાના શંકાસ્પદ જમાતિઓ પર ગંભીર આરોપ લગાવતા જિલ્લા સીએમઓએ ઘંટાઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સેન્ટરમાં જમાતીઓ મહિલા નર્સ સામે અર્ધ નગ્ન હાલતમાં ફરે છે અને ગંદા ગંદા ઇશારાઓ કરે છે. સીએમઓએ જણાવ્યું કે, જમાતી અહીં મેડિકલ સ્ટાફ પાસે બીડી સિગરેટની ડિમાન્ડ પણ કરતા રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમાતિઓને કોરોના શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે અને ટેસ્ટ માટે અહીં રાખવામાં આવ્યા છે. ગાઝિયાબાદ સીએમઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ કે, વોર્ડની અંદર જમાતી અશ્લીલ ગીતો સાંભળે છે. હાઉકીપિંગ કર્મચારીઓને પણ પરેશાન કરે છે. જ્યારે દુર રહેવા માટે કહેવામાં આવે છે જો જાણી બુઝીને તેની નજીક આવી જાય છે. 

ગાઝીયાબાદનાં ડીએમએ સીએમઓ ગાઝીયાબાદની ફરિયાદ બાદ તપાસનાં આદેશ આપ્યા છે. MMG હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા પહોંચેલા ગાઝીયાબાદનાં એશપી સિટી મનીષ કુમારે જણાવ્યું કે, આઇસોલેશન વોર્ડમાં 6 લોકો દાખલ કરાવવામાં આવ્યા હતા. આ લોકો હોસ્પિટલમાં નર્સ અને સ્ટાફની સાથે ખોટી હરકતો કરી રહ્યા છે. તમામ પર સરકારી કામમાં બાધા પહોંચાડવા તથા અશ્લીલ હરકતો કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.