કોંગ્રેસ CBI નિર્દેશકને રજા પર મોકલવાના નિર્ણયને બિનકાયદેસર ગણાવી કોર્ટના શરણે
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને રજા પર મોકલવાનાં નિર્ણયને બિનકાયદેસર અને સીબીઆઇ અધિનિયમનું ઉલ્લંઘન ગણાવ્યું
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રના સીબીઆઇ નિર્દેશ આલોક વર્માને રજા પર મોકલવાનાં નિર્ણયને અયોગ્ય અને સીબીઆઇા અધિનિયમનું ઉલ્લંઘન ગણાવતા તેની વિરુદ્ધ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. લોકસભામાં કોંગ્રેસનાં નેતા ખડગેએ પોતાની અરજીમાં કહ્યું કે, અધિનિયમ અનુસાર સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિ અથવા તેને હટાવવા અંગે વિપક્ષનાં નેતા, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશની ત્રણ સભ્યોની સમિતીને જ અધિકાર છે. તેમણે તેમ પણ કહ્યું કે, કેન્દ્રીય સતર્કતા પંચ (CVC)ની પાસે સીબીઆઇના નિર્દેશકની વિરુદ્ધ કાર્યવાહીનો કોઇ જ અધિકાર નથી.
ખડગેએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યાની પૃષ્ટી કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વત સંજ્ઞાન લેતા સીબીઆઇનાં નિર્દેશક આલોક વર્માને રજા પર મોકલવાની કાર્યવાહીને અયોગ્ય ઠેરવી છે અને તે સીબીઆઇ અધિનિયમનું ઉલ્લંઘન છે. પાર્ટી સુત્રોએ કહ્યું કે, કોંગ્રેસે ખડગેને કહ્યું કે, તેઓ આ અંગે અરજી દાખલ કરે. ખડગેએ સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિ કરનારી સમીતીના સભ્ય પણ છે.
અસ્થાના વિરુદ્ધ સુનવણીમાં યથાસ્થિતી જાળવી રાખવાનો સમયગાળો 14 નવેમ્બર સુધી વધ્યો
દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ કથિત ઘૂસણખોરીનાં મુદ્દે ચાલી રહેલી કાર્યવાહી પર યથાસ્થિતી જાળવી રાખવાના પોતાના આદેશની અવધિ ગુરૂવારે 14 નવેમ્બર સુધી વધારી દીધી છે. ન્યાયમૂર્તિ નાજમી વજીરીની સમક્ષ સીબીઆઇએ અસ્થાનાની અર્જીનો વિરોધ કર્યો જેમાં ફરિયાદ દાખલ રદ્દ કરવા માટેની માંગ કરી હતી. સીબીઆએ કહ્યું કે, આ મુદ્દે વિશેષ નિર્દેશકની વિરુદ્ધ પુરતી સામગ્રી છે. ન્યાયમૂર્તિ વજીરીએ કહ્યું કે, કામચલાઉ આદેશની સુનવણી આગામી તારીખ એટલે કે 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે