કોંગ્રેસ શહીદોના બલિદાન દિવસને યાદ ન રાખી શકી, ટ્વિટર પર માર્યો મસમોટો લોચો
દેશ અને દુનિયાના ઈતિહાસના પાનામાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચની તારીખે નોંધાયેલી છે. પરંતુ ભારતના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. આ દિવસે ભગત સિંહ અને તેમના સાથી ઓ રાજગુરુ તથા સુખદેવને ફાંસી અપાઈ હતી. આજનો દિવસ ભારતીયો શહીદ દિવસ તરીકે ઉજવે છે અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા પોતાના વીર સપૂતોને યાદ કરે છે. શહીદ દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક એવો ફોટો શેર કર્યો છે જેના લીધે ફરીથી એકવાર કોંગ્રેસ પર સવાલ ઉઠ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશ અને દુનિયાના ઈતિહાસના પાનામાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ 23 માર્ચની તારીખે નોંધાયેલી છે. પરંતુ ભારતના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. આ દિવસે ભગત સિંહ અને તેમના સાથી ઓ રાજગુરુ તથા સુખદેવને ફાંસી અપાઈ હતી. આજનો દિવસ ભારતીયો શહીદ દિવસ તરીકે ઉજવે છે અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા પોતાના વીર સપૂતોને યાદ કરે છે. શહીદ દિવસે કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક એવો ફોટો શેર કર્યો છે જેના લીધે ફરીથી એકવાર કોંગ્રેસ પર સવાલ ઉઠ્યા છે.
કોંગ્રેસ વીર સપૂતોના બલિદાનના દિવસને જ ભૂલી ગઈ અને 23 માર્ચની જગ્યાએ તેણે 24 માર્ચ લખી નાખ્યું. કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે આજે આપણે શહીદ ભગત સિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુના જીવનનું સન્માન કરીએ છીએ. તેમણે આપણા દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું અને અંગ્રેજો વિરુદ્ધ બહાદુરીથી લડ્યાં. આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ લઈએ છીએ તેની પાછળ તેમનો પણ મોટો ફાળો છે. પરંતુ આ પોસ્ટની સાથે જે તસવીર શેર કરાઈ તેમાં તારીખ 24 માર્ચ લખાઈ છે.
સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટીકા
કોંગ્રેસ દ્વારા દેશના શહીદોના દિવસને યાદ ન રાખવા બદલ સોશિયલ મીડિયા પર પાર્ટીની મજાક ઉડી રહી છે. લોકો તેને કોંગ્રેસની ભૂલ નહીં પરંતુ રાષ્ટ્રવાદી ધારણા સાથે જોડી રહ્યાં છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે જે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને કોંગ્રેસે ક્યારેય શહીદ નથી ગણ્યાં અને યોગ્ય સન્માન નથી આપ્યું આજે તેમની શહાદતને મજબુરીમાં શ્રદ્ધાંજલિ આપવી પડી રહી છે તો તારીખો ભૂલવી સ્વાભાવિક છે.
જો કે મોટો હોબાળો થતા આખરે કોંગ્રેસે ટ્વિટ ડિલિટ કરવી પડી અને તેની જગ્યાએ નવી ટ્વિટ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે