રાજીવ ગાંધીએ 1985માં ખોલાવ્યા તાળા, રામ મંદિરની ક્રેડિટ અન્ય કોઇને મળવી ખોટું: કમલનાથ

અયોધ્યામાં આજે રામ મંદિરનુ ભૂમિ પૂજન થયુ અને આ સમય પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથે તેમના નિવાસ પર રામ દરબાદનું આયોજન કર્યું.

Updated By: Aug 5, 2020, 09:41 PM IST
રાજીવ ગાંધીએ 1985માં ખોલાવ્યા તાળા, રામ મંદિરની ક્રેડિટ અન્ય કોઇને મળવી ખોટું: કમલનાથ

ભોપાલ: અયોધ્યામાં આજે રામ મંદિરનુ ભૂમિ પૂજન થયુ અને આ સમય પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથે તેમના નિવાસ પર રામ દરબાદનું આયોજન કર્યું.

આ સમય પર કમલનાથે કહ્યું, આજે દેશમાં ઐતિહાસિક દિવસ છે. દરેક ભારતીય ઇચ્છતો હતો કે રામ મંદિરનું નિર્માણ શરૂ થયા. રાજીવ ગાંધીએ વર્ષ 1985માં સૌ પ્રથમ વખત તાળા ખોલાવ્યા હતા. તેમણે વર્ષ 1989માં કહ્યું કે રામ રાજ્ય આવશે અને રામ મંદિર બનવું જોઇએ.

કમલનાથે કહ્યું કે જો અન્ય કોઇ તેની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો તે ખોટું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube