ભારતની હાર પર કોંગ્રેસ નેતાની એક ટ્વીટથી મોટો વિવાદ થયો, લોકોએ કહ્યું 'એન્ટી નેશનલ'

કોંગ્રેસના નેતા એવા નિવેદનો આપી બેસે છે જેના કારણે ઉહાપોહ થઈ જાય છે. હવે પાર્ટીના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરા  (Radhika Khera) એ કરેલી એક ટ્વીટ પાર્ટી માટે મુસીબત બની ગઈ છે. 

Updated By: Oct 25, 2021, 01:07 PM IST
ભારતની હાર પર કોંગ્રેસ નેતાની એક ટ્વીટથી મોટો વિવાદ થયો, લોકોએ કહ્યું 'એન્ટી નેશનલ'

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા એવા નિવેદનો આપી બેસે છે જેના કારણે ઉહાપોહ થઈ જાય છે. હવે પાર્ટીના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરા  (Radhika Khera) એ કરેલી એક ટ્વીટ પાર્ટી માટે મુસીબત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર સતત રાધિકા ખેરાનું ટ્રોલિંગ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે રાધિકાએ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હાલ પર કટાક્ષ કરતી ટ્વીટ કરી. આ ટ્વીટ દ્વારા તેમણે ભાજપ અને તેના સમર્થકોને પણ નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ આ કોશિશ તેમને ભારે પડી ગઈ. 

કોંગ્રેસના નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરાએ ટ્વીટમાં લખ્યું કે 'કેમ ભક્તો? આવી ગયો સ્વાદ? કરાવી લીધી બેઈજ્જતી???' અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર કટ્ટર ભાજપ સમર્થકો માટે આ ટર્મનો ઉપયોગ થાય છે. આથી કોંગ્રેસ લીડરે એક રીતે ટીમ ઈન્ડિયાની હારને ભાજપ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. જો કે એ વાત અલગ છે તેમને આ કરતૂત ભારે પડી. 

લોકોએ ખુબ ટ્રોલ કર્યા
રાધિકા ખેરાની ટ્વીટ પર ખુબ જ આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ તો તેમને એન્ટી નેશનલ સુદ્ધા ગણાવી દીધા. અનેક યૂઝર્સે તો કોંગ્રેસની હાલની સ્થિતિ માટે નેતાઓના આવા નિવેદનોને જ જવાબદાર ઠેરવ્યા છે. કોંગ્રેસ લીડર પોતાના સ્ટેન્ડ પર મક્કમ છે. તેઓ ટ્રોલર્સને જવાબ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની ટ્વીટનું ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. 

પહેલીવાર મળી પાકિસ્તાનને જીત
ભારતે ક્રિકેટ વર્લ્ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ ગુમાવી નહતી. પરંતુ રવિવારે આ રેકોર્ડ તૂટી ગયો. પાકિસ્તાને પહેલીવાર ભારત સામે જીત મેળવી અને તે પણ 10 વિકેટથી. આ વખતે આટલી મોટી હારને લઈને ક્રિકેટ ફેન્સ ખુબ ગુસ્સામાં છે. તેઓ એ વાતથી વધુ નારાજ છે કે ટીમ ઈન્ડિયા સમગ્ર મેચમાં ક્યાંય લડતી જોવા મળી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube