કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લુરુની બહાર મોકલશે, JDS પણ કરશે અન્ય જગ્યાએ શિફ્ટ
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુથી બહાર મોકલવા પર વિચાર માટે અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર અને પાર્ટી નેતાઓ વચ્ચે વાતચીત થઈ. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેરળ કે પંજાબ મોકલી શકે છે.
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુથી બહાર મોકલવા પર વિચાર માટે અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર અને પાર્ટી નેતાઓ વચ્ચે વાતચીત થઈ. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેરળ કે પંજાબ મોકલી શકે છે. પાર્ટીને એવો ડર સતાવી રહ્યો છે કે યેદિયુરપ્પા કેટલાક ધારાસભ્યોને તોડી શકે છે. આ બાજુ એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે જેડીએસ ધારાસભ્યોને કોઈ અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે.
મીટિંગ બાદ કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ કહ્યું કે અમે આજ જ શિફ્ટ થઈશું. અમે આ અંગે વધુ જાણકારી પછી આપીશું. જેડીએસ ધારાસભ્ય કર્ણાટકની બહાર નહીં જાય. જગ્યા હજુ સુધી નક્કી કરાઈ નથી. રામલિંગાએ કહ્યું કે ઈગલટોન રિસોર્ટની બહારથી પોલીસ હટાવ્યાં બાદ ભાજપના નેતા અંદર આવી ગયા અને રૂપિયાની રજૂઆત કરી. તેઓ સતત અમારા ધારાસભ્યોને ફોન કરી રહ્યાં છે.
After the police was withdrawn (from outside Eagleton Resort), they (BJP) came inside & offered money. Constantly they have been calling people on phone: Ramalinga Reddy, Congress pic.twitter.com/JuMUd63Zz6
— ANI (@ANI) May 17, 2018
ગુલામ નબી આઝાદે કહ્યું કે તમામ ધારાસભ્યો બેંગ્લુરુમાં છે. ભાજપ અમારા પર દગાબાજીનો આક્ષેપ લગાવી રહી છે. જ્યારે તેઓ એવા લોકોમાં સામેલ છે જેમણે આવું કર્યુ છે. અમને સુપ્રીમ કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે. તેઓ રાજ્યપાલ જેવી ભૂલ કરશે નહીં. આઝાદે કહ્યું કે ભાજપ એક ગેમ માટે બે નિયમોનો ઉપયોગ કરી શકે નહીં. ભાજપ, કેન્દ્ર સરકાર અને તેમના રાજ્યપાલના અસલ ચરિત્ર દેશની સામે આવી ગયા છે. કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેઓ બંધારણ અને લોકતંત્રની રક્ષા કરે. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારે તેમને (ધારાસભ્યો)ને બચાવવા પડી રહ્યાં છે.
All MLAs are in Bengaluru. BJP is accusing us of forgery while they are the ones who have done it. We have full faith in the Supreme Court. It will not repeat the same mistake as the Governor: Ghulam Nabi Azad pic.twitter.com/TSu0iHRIC6
— ANI (@ANI) May 17, 2018
આ બાજુ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે અમે હજુ સુધી નક્કી નથી કર્યું કે ક્યાં જઈશું. આજે મોડી રાત સુધીમાં નક્કી કરી દેવાશે. અનેક સૂચનો આવ્યાં છે. તેમાંથી એક રાષ્ટ્રપતિ ભવન બહાર ધરણાનું પણ છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા હતાં તે ઈગલટોન રિસોર્ટની બહારથી સુરક્ષા હટાવી લેવામાં આવી છે.
We have not yet decided where to go. Today late night we will decide where we have to go. There were several suggestions, one of them is to hold a protest in front of the Rashtrapati Bhavan: HD Kumaraswamy, JD(S) pic.twitter.com/LHkRUZbDAv
— ANI (@ANI) May 17, 2018
જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોને રખાયા છે તે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા હટાવાઈ
કર્ણાટકમાં થઈ રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે. સુરક્ષા હટાવવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોલારથી સાતવાર ચૂંટાઈ આવેલા સાંસદ તથા પૂર્વ મંત્રી કે એચ મુનિયપ્પાએ તેના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ યોગ્ય નથી. કોંગ્રેસના ધારાસભ્યોને આ જ ઈગલટોન રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ એ જ રિસોર્ટ છે જ્યાં 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોનો રોકવામાં આવ્યાં હતાં. તે સમયે પણ એમએલએની ખરીદ વેચાણના આરોપ લાગ્યા હતાં. કોંગ્રેસના સંકટમોચક બનેલા ડી કે શિવકુમાર આ વખતે પણ ફરીથી એ જ ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને એમએલએના હોર્સ ટ્રેડિંગને રોકવાની જવાબદારી સોંપી છે.
કે એચ મુનિયપ્પાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સિસ્ટમ નથી. સરકાર ભલે ગમે તેની હોય. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષા આપવી એ તેમનું કર્તવ્ય છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ સુરક્ષા હટાવવાના મુદ્દા પર કહ્યું કે અમારા ધારાસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ અમારી જવાબદારી છે. યેદિયુરપ્પા જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યાં છે તેના ઉપર મને આશ્ચર્ય થઈ રહ્યું છે. શપથગ્રહણ બાદ તેમણે 4 આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખી છે. ભાજપની આ કોશિશ હાસ્યાસ્પદ છે. અમારા તમામ 38 ધારાસભ્યો અમારી સાથે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે