VIDEO: રેસ 3ના ટ્રેલર લોન્ચમાં સલમાનની 'આ' એક્સ ગર્લફ્રેન્ડ પર હતી બધાની નજર
બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ રેસ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ રેસ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરમાં સલમાન ખાન પોતાની ગત ફિલ્મ ટાઈગર ઝિંદા હૈની જેમ જ એક્શન પેક્ડ અવતારમાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે બોબી દેઓલ, અનિલ કપૂર, ડેઈઝી શાહ, સાકિબ સલીમ અને જેકલીન ફર્નાન્ડિઝ જેવા સિતારાઓ પણ જોવા મળી રહ્યાં છે. જો કે જેટલી લોકપ્રિયતા આ ટ્રેલરને મળી રહી છે તેનાથી વધારે ચર્ચા ટ્રેલર લોન્ચની થઈ રહી છે. કારણ કે આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી પણ ત્યાં પહોંચી હતી.
આ દરમિયાન પૂર્વ મોડલ અને અભિનેત્રી સંગીતા બિજલાણી ખુબ સુંદર લાગી રહી હતી. રેસ 3ના ટ્રેલર લોન્ચના અવસરે સલમાનને છોડીને બધાની નજર સંગીતા બિજલાણી ઉપર જ ટકેલી હતી. અત્રે જણાવવાનું કે સંગીતા અને સલમાન ખાન સારા મિત્રો છે અને ખાન પરિવાર સંગીતાના નજીકનો ગણાય છે. સલમાન ખાન અને સંગીતાની મિત્રતા એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે બંને મોડેલિંગ કરતા હતાં.
નોંધનીય છે કે સંગીતાએ વર્ષ 1980માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને 1996માં તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ કોઈ કારણસર બંનેના 2010માં ડિવોર્સ થઈ ગયાં. જ્યારે સલમાન ખાનની ફિલ્મ રેસ 3ની વાત કરીએ તો તેનું દિગ્દર્શન રેમો ડિસૂઝા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 15મી જૂનના રોજ રિલીઝ થશે. ફિલ્મનું પ્રોડક્શન રમેશ તૌરાની દ્વારા કરવામાં આવ્યું છે. સલમાન ખાનના આ ટ્રેલરની દર્શકો ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ દર્શકોની આશા પર ટ્રેલર ખરું ઉતર્યુ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે