રાહુલે કર્યાં PM મોદી પર પ્રહાર, કહ્યું-'ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે, તેમના પર લાઠીચાર્જ થાય છે'

મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુરૈનામાં એક જન આંદોલન રેલીને સંબોધતા કહ્યું કે ખેડૂત પોતાની જમીન માટે લડે છે અને મરે છે. પરંતુ મોદી સરકાર એક ઝટકામાં મોટા ઉદ્યોગપતિઓને જમીન આપી દે છે.

રાહુલે કર્યાં PM મોદી પર પ્રહાર, કહ્યું-'ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે, તેમના પર લાઠીચાર્જ થાય છે'

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના બે દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુરૈનામાં એક જન આંદોલન રેલીને સંબોધતા કહ્યું કે ખેડૂત પોતાની જમીન માટે લડે છે અને મરે છે. પરંતુ મોદી સરકાર એક ઝટકામાં મોટા ઉદ્યોગપતિઓને જમીન આપી દે છે. અમે જમીન સંપાદન બીલ લઈને આવ્યાં હતાં જેથી કરીને ખેડૂતો સાથે અન્યાય ન થાય. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે દલીતો, ખેડૂતો અને ગરીબોને અધિકાર આપીશું તેમની સાથે અન્યાય થવા દઈશું નહીં. 

મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર હજારો એકર જમીન એક ઝટકામાં ઉદ્યોગપતિઓને આપી દે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો અને ગરીબોને જમીનનો હક આપ્યો, પરંતુ મોદી સરકાર તે જમીન સંપાદન બીલને સંસદમાં રદ  કરવા જઈ રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે મોદી સરકાર સામે લડ્યાં અને જમીન સંપાદન બીલ રદ થતા રોક્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે ગાંધીજી હિંદુસ્તાનની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યા હતાં. પરંતુ અંગ્રેજોને કાઢ્યા બાદ હિંદુસ્તાનના દરેક નાગરિકને તેની જગ્યા, તેનો હક મળે તે લક્ષ્ય હતો. અંગ્રેજોના ગયા બાદ પ્રગતિ ખુબ થઈ. દરેક વ્યક્તિને એક મત અપાયો. બંધારણ બનાવવામાં આવ્યું અને હિંદુસ્તાનના દરેક નાગરિકને અધિકાર અપાયા. દેશમાં હરિત ક્રાંતિએ ખેડૂતોને મજબુત બનાવ્યાં અને અધિકાર આપ્યાં. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હવે જેમીન આમ જ નહીં, પરંતુ ખેડૂતોને પૂછીને પંચાયતને પૂછીને જમીન લેવાશે અને માર્કેટ રેટથી ચાર ગણી વધુ કિંમત આપવામાં આવશે. 

— MP Congress (@INCMP) October 6, 2018

ખેડૂતોનો અવાજ દબાવવામાં આવે છે
રાહુલે કહ્યું કે ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે તેમના પર ગાઠીચાર્જ થાય છે, તેમણે કહ્યું કે જ્યારે ખેડૂતો પોતાનો હક લેવા માટે દિલ્હી આવી રહ્યાં હતાં ત્યારે તેમને મારવામાં આવ્યાં. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદી સરકાર ખેડૂતો પર ક્રુરતા કરી રહી છે. રાહુલે મંચથી વિજય માલ્યાના દેશ છોડીને જવાના મુદ્દાને પણ ઉઠાવ્યો અને કહ્યું કે વિજય માલ્યા હિંદુસ્તાનની બેંકમાંથી 10000  કરોડ રૂપિયા લઈને ભાગ્યો. જતા પહેલા નાણા મંત્રી અરુણ જેટલીને સંસદમાં મળે છે. વિજય માલ્યા  કહે છે કે હું લંડન જઈ રહ્યો છું. નાણામંત્રી જેટલીજી માલ્યાની વાત સાંભળે છે, પરંતુ ન તો ઈડી કે ન તો સીબીઆઈ કે પોલીસને જણાવે છે. 

અમે મોદીજીની જેમ ખોટુ બોલતા નથી-રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે પીએમ મોદીની જેમ ખોટુ બોલતા નથી. અમે મોદીજીની જેમ દેશના દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયાનો વાયદો કર્યો નથી. અમે કર્ણાટકના લોકોને વચન આપ્યું હતું કે જેવી અમારી ત્યાં સરકાર આવશે કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું. જેવી અમારી સરકાર ત્યાં આવી કે અમે સૌથી પહેલા ખેડૂતોના દેવા માફ કર્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news