રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યાલયમાં કર્યું ધ્વજારોહણ, દેશવાસિઓને આપી શુભેચ્છા

કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજીત સ્વતંત્રતા દિવસ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોષાધ્યક્ષ મોતીલાલ વોરા તહિત ઘણા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં. 

રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યાલયમાં કર્યું ધ્વજારોહણ, દેશવાસિઓને આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 72માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે કોંગ્રેસ મુખ્યાલયમાં તિરંગો ફરકાવ્યો અનેદ દેશવાસિઓને શુભેચ્છા આપી. ગાંધીએ સવારે આશરે 10 કલાકે કોંગ્રેસ મુખ્યાલયમાં ધ્વજારોહણ કર્યું અને બાળકોને મિઠાઇઓ આપી. કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજીત સ્વતંત્રતા દિવસ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ સિવાય પાર્ટીના કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. 

— Rahul Gandhi (@RahulGandhi) August 15, 2018

રાહુલ ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા આપી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 72માં સ્વતંત્રતા દિવસના અવસરે આજે દેશવાસિઓને શુભેચ્છા આપી. રાહુલ  ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, સ્વતંત્રતા દિવસના અવસર પર મારી તમામ ભારતીઓને શુભકામનનાઓ. જ્યારે આપણે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યાં છીએ તો તે તમામ બહાદુર પુરુષો તથા મહિલાઓ, સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ જેમણે આપણી આઝાદીમાં બલિદાન આપ્યું. દેશ આજે 72મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે અનેદ દેશવાસી દેશભક્તિની ભાવનામાં રંગાયેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news