દ.કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે પીએમ મોદીએ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન વચ્ચે આજે વ્યાપાર, રોકાણ, રક્ષા અને સુરક્ષા સહિત પ્રમુખ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર રચનાત્મક વાતચીત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની સાથે ભારતના રણનીતિક સમજૂતિઓ મજબુત કરવા માટે અહીં બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીનું ધ બ્લ્યુ હાઉસમાં અધિકૃત રીતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. તે રાષ્ટ્રપતિનું કાર્યકારી કાર્યાલય અને અધિકૃત નિવાસ સ્થાન છે. મોદીએ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગ સૂક સાથે પણ મુલાકાત કરી.
Trending Photos
સિયોલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન વચ્ચે આજે વ્યાપાર, રોકાણ, રક્ષા અને સુરક્ષા સહિત પ્રમુખ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર રચનાત્મક વાતચીત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની સાથે ભારતના રણનીતિક સમજૂતિઓ મજબુત કરવા માટે અહીં બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીનું ધ બ્લ્યુ હાઉસમાં અધિકૃત રીતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. તે રાષ્ટ્રપતિનું કાર્યકારી કાર્યાલય અને અધિકૃત નિવાસ સ્થાન છે. મોદીએ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગ સૂક સાથે પણ મુલાકાત કરી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે બંને નેતાઓએ વ્યાપાર તથા રોકાણ, રક્ષા અને સુરક્ષા, ઉર્જા, અંતરિક્ષ, સ્ટાર્ટ અપ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર રચનાત્મક વાર્તા કરી. વાર્તા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને મીડિયાને જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારતના આર્થિક પરિવર્તનમાં દક્ષિણ કોરિયા એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
આ દરમિયાન મોદીએ કહ્યું કે હું ગત અઠવાડિયે પુલવામા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ મૂન તરફથી પ્રગટ કરાયેલા શોક અને સમર્થન માટે આભારી છું. અમે આતંકવાદ વિરુદ્ધ પોતાના દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગને વધુ મજબુત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના ગૃહ મંત્રાલય અને કોરિયાની રાષ્ટ્રીય પોલીસ એજન્સી વચ્ચે થયેલો કરાર(એમઓયુ) આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ અમારા સહયોગને વધુ આગળ ધપાવશે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વિશ્વ સમુદાય પણ વાતોથી આગળ વધીને સમસ્યાના વિરોધમાં એકજૂથ થઈને કાર્યવાહી કરે.
તેમણે કહ્યું કે ભારતના આર્થિક પરિવર્તનમાં અમે કોરિયાને એક બહુમૂલ્ય ભાગીદાર ગણીએ છીએ. અમારા રોકાણ અને વ્યાપારિક સંબંધો વધી રહ્યાં છીએ. આજે રાષ્ટ્રપતિ મૂન અને મેં 2030 સુધી અમારા દ્વિપક્ષીય વ્યાપારને વધારીને 50 અબજ ડોલર સુધી લઈ જવાને લઈને ફરી એકવાર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રેક્ચર, પોર્ટનો વિકાસ, મરિન અને ફૂડ પ્રોસેસિંગ, સ્ટાર્ટ અપ જેવા ક્ષેત્રોમાં અમે સહયોગ વધારવા પર રાજી થયા છીએ. મોદીએ કહ્યું કે વધતી રણનીતિક ભાગીદારીમાં રક્ષા ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઉદાહરણ તરીકે ભારતીય આર્મીમાં કે-9વજ્ર આર્ટિલરી ગનનું સામેલ થવું જોઈ શકાય છે.
તેમણે કહ્યું કે રક્ષા ઉત્પાદનમાં ઉલ્લેખનીય સહયોગને આગળ વધારવા માટે ભારત અને દ.કોરિયાએ રક્ષા ટેક્નોલોજી અને સહ ઉત્પાદનની રૂપરેખા બનાવવા પર સહમતી વ્યક્ત કરી છે. જે હેઠળ અમે ભારતમાં બનાવી રહેલા ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સમાં કોરિયાઈ કંપનીઓની ભાગીદારીનું સ્વાગત કરીશું. ગત વર્ષ જુલાઈમાં અમને રાષ્ટ્રપતિ મૂનનું સ્વાગત કરવાનો અવસર મળ્યો. અમે ઈસ્ટ એશિયા શિખર સંમેલન અને જી-20 દેશોના શિખર સંમેલન દરમિયાન પણ મળ્યાં. મેં અનુભવ કર્યો કે ભારતની ઈસ્ટ એક્ટ નીતિ અને કોરિયાની નવી દક્ષિણ નીતિએ અમારી વિશેષ રણનીતિક ભાગીદારીને મજબુત કરવા અને ગાઢ બનાવવા માટે એક મંચ આપ્યો છે.
ભારત- પ્રશાંતના સંબંધમાં ભારતનો દ્રષ્ટિકોણ સમાવેશે, આસિયાન કેન્દ્રીય અને જોઈન્ટ સમૃદ્ધિ પર વિશેષ ભાર આપે છે. તેમણે કહ્યું કે આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ભારત અને કોરિયા જોઈન્ટ મૂલ્યો અને હિતોના આધાર પર સમગ્ર ક્ષેત્ર અને વિશ્વના લાભ માટે મળીને કામ કરી શકે છે. મોદીએ કહ્યું કે બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે અમે ભારતમાં કોરિયાના નાગરિકો માટે વીઝા ઓન અરાઈવલની સુવિધા ગત વર્ષ ઓક્ટોબરથી શરૂ કરી છે. કોરિયાએ ભારતીયો માટે સમૂહ વીઝાના સરળીકરણનો નિર્ણય લીધો. જેનું હું સ્વાગત કરું છું. તેનાથી અમારા દ્વિપક્ષીય પર્યટનનો વિકાસ થશે.
વડાપ્રધાને કહ્યું કે મારો આ કોરિયા પ્રવાસ એવા મહત્વપૂર્ણ સમયમાં થઈ રહ્યો છે કે જ્યારે મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવાઈ રહી છે અને કોરિયામાં લોકતંત્રના આંદોલનનો શતાબ્દી સમારોહ પણ ઉજવાઈ રહ્યો છે. મહાત્મા ગાંધી સ્મરણોત્સવ સંગ્રહ માટે રાષ્ટ્રપતિ મૂન દ્વારા લાખાયેલી શ્રદ્ધાંજલિ માટે હું તેમનો આભારી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે