કાલે મોદી કેબિનેટની બેઠક, લૉકડાઉન વધાર્યા બાદ રાહત પેકેજ પર લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય


કેન્દ્રીય કેબિનેટની બેઠક આવતીકાલે સાંજે 5.30 કલાકે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કેટલાક સેક્ટરને છૂટ આપવા પર સહમતી બની શકે છે. સાથે કોરોના નિવારણના મેગા પ્લાન પર ચર્ચા થશે. 
 

 કાલે મોદી કેબિનેટની બેઠક, લૉકડાઉન વધાર્યા બાદ રાહત પેકેજ પર લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ લૉકડાઉનની સમયમર્યાદા વધ્યા બાદ કેન્દ્ર સરકાર હવે કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. મોદી કેબિનેટની બેઠક કાલે એટલે કે બુધવારે સાંજે 5.30 યોજાશે. પાછલી વખતની જેમ આ વખતે પણ કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કેટલાક સેક્ટરને છૂટ આપવા પર સહમતી બની શકે છે. સાથે કોરોનાને પહોંચી વળવાના મેગા પ્લાન પર ચર્ચા થશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કરતા લૉકડાઉનનો સમયમર્યાદાને 3 મે સુધી વધારી દીધી છે. આ જાહેરાતની સાથે પીએમ મોદીએ કહ્યું કે, કાલે સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ગાઇડલાઇનની ચર્ચા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં થઈ શકે છે. કિસાનોની સાથે કેટલાક સેક્ટરને રાહતની આશા છે. 

દેશને પીએમ મોદીએ શું કહ્યું?
પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમામના સૂચનો છે કે લૉકડાઉન વધારવામાં આવે. ઘણા રાજ્યોએ તો પહેલા જ લૉકડાઉનને વધારવાન નિર્ણય કરી લીધો હતો. તમામ સૂચનોને ધ્યાનમાં રાખતા તે નક્કી કરવામાં આવ્યું છે કે ભારતમાં લૉકડાઉનને હવે 3 મે સુધી વધારવું પડશે. એટલે કે 3 મે સુધી આપણે બધાને, દરેક દેશવાસીએ લૉકડાઉનને હરાવવું પડશે. 

ટ્રેન, મેટ્રો.... બધુ બંધ
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી. 3 મે સુધી 19 દિવસ માટે એકવાર ફરી દેશને લૉક કરવામાં આવ્યો છે. આ દરમિયાન 3 મે સુધી દેશભરમાં ટ્રેન ચાલશે નહીં. તો એર સેવા પર પણ પ્રતિબંધ રહેશે.

ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news