corona lockdown

4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ

લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 લોકો મોડી રાત્રે પરત ફરતા આખરે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રે તમામ 26 લોકો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે પરત ગોધરા ફર્યા હતા. ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં આ લોકો હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા. પરંતું તમામ લોકો લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પાકિસ્તાનમાં ફસાયા હતા. 

Jul 5, 2020, 10:56 AM IST

કેજરીવાલ સરકારની કેન્દ્રને અપીલ- પગાર આપવાના પૈસા નથી, 5 હજાર કરોડની તત્કાલ કરો મદદ

દિલ્હી સરકારે કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પાસે મદદની રજૂઆત કરી છે. કહેવામાં આવ્યું છે કે તેના સ્ટાફને પગાર આપવાના પૈસા નથી. તેથી તત્કાલ 5 હજાર કરોડની મદદ કરો. 
 

May 31, 2020, 03:06 PM IST

‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી જોડાવવું છે’

‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.

May 30, 2020, 03:07 PM IST

સોમવારથી મોલ-રેસ્ટોરન્ટ ખુલવાની સંભાવના, જાણો કઇ છૂટ મળવાની આશા

દેશમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)નો ચોથો તબક્કો રવિવારે રાત્રે 12 વાગે સમાપ્ત થઇ જાય છે. એવામાં લોકડાઉન (Lockdown 5.0)ના આગામી તબક્કાને લઇને કેન્દ્ર તરફથી એક નવો રોડમેપ આવવાની સંભાવના છે.

May 30, 2020, 02:33 PM IST

અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોનાનું એપિ સેન્ટર બનેલા અમદાવાદમાં વધુને વધુ લોકો કોરોનાના શિકાર બની રહ્યાં છે. જેમાં રાજકીય નેતાઓ પણ બાકાત નથી. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. સાથે જ તેમનો પુત્ર અર્પણ શર્મા પણ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે. હાલ બંનેને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 

May 30, 2020, 02:27 PM IST

પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે શરૂ કર્યું એક નોખું અભિયાન

લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

May 30, 2020, 11:50 AM IST

જો તમારું ઘર ‘આવું’ હોય તો તમે Corona virus થી સુરક્ષિત નથી

કોરોના વાયરસ (Coronavirus) ને લઈને સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. પરંતુ શું તમે જાણો છો કે, જો તમારા ઘરમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક રિસર્ચમાં જણાવ્યું કે, ઘર અને ઓફિસમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો નોવેલ કોરોના વાયરસના ફેલાવાનો ખતરો વધી જાય છે. COVID-19 મહામારીની વિરુદ્ધ લડાઈનું આગામી મોરચો આ પ્રકારના સંક્રમણને રોકવાનું છે. 

May 30, 2020, 10:49 AM IST

પાકિસ્તાનમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ

લોકડાઉન ખૂલતા જ અન્ય દેશો, રાજ્યો અને શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે. 2 માસ અગાઉ આ તમામ લોકો કરાંચીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં જ અટવાયા છે. ગોધરાના તેમના સ્વજનોના ઘણા પ્રયત્નો કરવા છતાં નથી પણ તેઓ વતન પરત આવી શક્તા નથી. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા છે. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી છે. આ અંગે તેઓએ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મેઈલથી અનેક વખત જાણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. 

May 30, 2020, 09:44 AM IST

કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી

લોકડાઉનમાં સોશિયલ ડિન્સિંગનું પાલન કરાવીને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ છૂટનો સૌથી વધુ લાભ કચ્છીઓએ લીધો છે. કચ્છમાં લોકડાઉન દરમિયા 100થી વધુ લગ્નની શરણાઈ વાગી છે. મામલતદાર દ્વારા લગ્નની મંજૂરી અપાઈ છે. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી વચ્ચે વિધી યોજાઈ હતી. ક્યાંક ધામધૂમથી, તો ક્યાંક સાદગીથી લગ્ન યોજાયા હતા. કોરાનાની મહામારી કારણે લોકડાઉન લાગી જતા લગ્ન સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન-4માં લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. જેથી કચ્છમાં 100થી વધુ લોકોને લગ્ન માટેની મંજુરી આપવામાં આવી હતી. ભૂજમાં 10થી વધુ અને માંડવીમાં 25 સહિત ગાંધીધામ, મુન્દ્રા તેમજ અન્ય તાલુકાઓમાં લગ્ન યોજાયા છે. 

May 30, 2020, 08:56 AM IST

1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ

સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. 

May 30, 2020, 08:05 AM IST

ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સરકારના મંત્રીઓ

સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ (Direct with ministers) ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ગુજરાત સરકારના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા), સૌરભ પટેલ (ઊર્જા મંત્રી), વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), યોગેશ પટેલ (નર્મદા અને શહેરી આવાસ મંત્રી), ગણપત વસાવા (વન અને આદિજાતિ વિકાસ મંત્રી), ઈશ્વર પરમાર (સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી), ઈશ્વરસિંહ પટેલ (રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ), જવાહર ચાવડા (પર્યટન અને મત્સ્યોદ્યોગ મંત્રી), જયેશ રાદડિયા (અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી) તેમજ કૌશિક પટેલ, મહેસૂલ મંત્રીએ ઝી 24 કલાકના પ્લેટફોર્મ પર શું વાત કરીએ તે જાણીએ...

May 29, 2020, 05:33 PM IST

કોરોના ટેસ્ટની પરમિશન અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે....

ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ખાનગી હોસ્પિટલની માંગણી પર કરેલી અરજી મામલે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઈ હતી. ખાનગી હોસ્પિટલોએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને સીધું સૂચન કર્યું કે, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી. ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ખાનગી હોસ્પિટલોના વકીલને આવી ટકોર કરી હતી. મહામારીમાં લોકોની મદદે આવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ એટલી જ ફરજ બને છે. હાઇકોર્ટ સરકારના re negotiation ના કરેલા પ્રયાસો કોર્ટના હુકમ બાદ હતા ત્યારે ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે કામ કરે તે જરૂરી છે તેવું જણાવ્યું હતું. ત્યારે ખાનગી હોસ્પિટલના વકીલે હાઇકોર્ટનું કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ 5 થી 10 ટકા સુધીનો ઘટાડો કરશે.

May 29, 2020, 02:24 PM IST

શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થતા સુરતથી યુપી જતી ટ્રેનો કેન્સલ કરાઈ

લોકડાઉનના કારણે સુરતથી મોટાભાગના યુપીવાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ગયા છે. જેથી સુરત રેલવે સ્ટેશનથી યુપી તરફ જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

May 29, 2020, 01:28 PM IST

મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા

મોરબી પંથકમાં આવેલ સિરામિક યુનિટમાં રોજગારી મેળવવા માટે આવેલા પરપ્રાંતીય મજૂરો તેના વાતમાં જઈ રહ્યા છે, જેથી કરીને છેલ્લા વીસ દિવસમાં મોરબીમાંથી ૪૦ હજાર કરતા પણ વધુ શ્રમિકોને તેના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. આવામાં મજુરો ન હોવાથી કારખાના કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. જેથી કરીને લોકડાઉન પહેલાથી જ દેશના જુદાજુદા રાજ્યોમાં વતનમાં ગયેલા શ્રમિકોને હાલમાં રોજગારી માટે વતન પરત આવવું છે. જો કે, વહીવટી આંટીઘૂંટીના લીધે હાલમાં શ્રમિકો મોરબી આવી શકતા નથી. જેથી થોડા પ્રશ્નો શ્રમિકના છે, તેમ છતાં પણ ધીમેધીમે સિરામિક ઉદ્યોગની ગાડી પાટે ચઢી રહી છે.

May 29, 2020, 01:09 PM IST

હોસ્પિટલના બિછાને પડેલા આ વૃદ્ધ દર્દીએ ઓનલાઈન સંગીત સ્પર્ધામાં લીધો ભાગ

હાર્ટ અટેક આવ્યો હોય અને ICUમાં દર્દી દાખલ હોય તો શું મેડિકલ ઉપકરણોના આવાજ વચ્ચે કોઈ સંગીત સ્પર્ધામાં ભાગ લઈ શકે ? આવી પરિસ્થિતિ જ્યાં હૃદયના ધબકારા ઉપર નીચે થતું હોય ત્યારે સંગીતના સૂરોને તાલબદ્ધ રીતે રજૂ કરી શકાય? જવાબ કદાચ ના હોય. પરંતુ સુરતના 75 વર્ષીય હરેન્દ્ર ઝવેરીએ આ હિંમત કરી બતાવી છે. દિવ્યાંગ વૃદ્ધની આ હિંમત અને જુસ્સો યુવાનો માટે પણ એક મિશાલ છે.

May 29, 2020, 12:39 PM IST

માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ડૉ. ક્રતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડૉ. ક્રતિ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફજ પર હાજર થયા હતા. ડૉ. ક્રતિ હાલ કોવિડ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની વ્હાલસોયી દીકરીનું મોઢું પણ જોયું નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી. 

May 29, 2020, 11:21 AM IST

શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો?

લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં  અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે  નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા. 

May 29, 2020, 10:55 AM IST

સુરતથી સિવાન જતી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી? માનવઅધિકાર આયોગે ગુજરાત-બિહાર સરકારને નોટિસ ફટકારી

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકો (migrants) ને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત (Gujarat) અને બિહાર (Bihar) ના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

May 29, 2020, 10:24 AM IST

1 જૂનથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં 34 ટ્રેન દોડશે, આ રહ્યું લિસ્ટ

કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. 

May 29, 2020, 09:31 AM IST