રાજસ્થાનઃ ટોંકના કોરોના પ્રભાવિત વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત
દેશમાં અનેક જગ્યાએ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ બની રહી છે. હવે રાજસ્થાનના ટોંકમાં પણ પોલીસ પર હુમલો થયો છે.
Trending Photos
ટોંકઃ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ રોકાવાનું નામ લઈ રહી નથી. હવે રાજસ્થાનમાં પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ટોંકમાં કોરોના પ્રભાવિત અલ્પસંખ્યક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયેલી પોલીસને લોકોએ ઘેરી લીધી હતી. ત્યારબાદ લાકડી અને તલવારથી હુમલો કરતા ત્રણ પોલીસકર્મીને ઈજા થઈ છે. તેમને ટોંકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તે સમયે થયો હતો, જ્યારે મેડિકલ ટીમ કોરોનાથી મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવા પહોંચી હતી. તે વિસ્તારના લોકોએ મેડિકલ ટીમને ઘેરી લીધી અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ડોક્ટર સહિત ઘણા કર્મીને ઈજા થઈ હતી. પોલીસે આ ઘટનામાં 17 લોકોની ધરપકડ કરી છે.
Rajasthan: Three police personnel injured after they were attacked while patrolling in Tonk today. Vipin Sharma, Additional SP says, "police party was attacked in 'Kasaai mohalla'. We have brought some people for interrogation, investigation underway". #CoronaLockdown pic.twitter.com/qdGULRzr3N
— ANI (@ANI) April 17, 2020
આ દિવસે બિહારના ઔરંગાબાદમાં પણ મેડિકલ ટીમ પર હુમલો થયો હતો. હકીકતમાં, જિલ્લાના ગોહ વિસ્તારમાં અનૌકી ગામમાં દિલ્હીના કોઈ વ્યક્તિ આવવાની સૂચના પર ડોક્ટરોની ટીમ પહોંચી હતી. ટીમ પહોંચતા જ કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ડોક્ટર, ડ્રાઇવર તથા એક અન્ય કર્મીને ઈજા થઈ હતી. ગ્રામિણોએ ગાડીઓમાં તોડફોડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે