બેંગલુરૂઃ લૉકડાઉનનો ભંગ, શાહી અંદાજમાં થયા પૂર્વ CM કુમારસ્વામીના પુત્રના લગ્ન


કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલે શુક્રવારે બેંગલુરૂમાં લગ્ન કર્યાં છે. કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં આ સમયે લૉકડાઉન લાગૂ છે, તેમ છતાં શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. 

બેંગલુરૂઃ લૉકડાઉનનો ભંગ, શાહી અંદાજમાં થયા પૂર્વ CM કુમારસ્વામીના પુત્રના લગ્ન

બેંગલુરૂઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં આ સમયે લૉકડાઉન લાગૂ છે. લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ છે. કોઈ  મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું નથી. પરંતુ આ પ્રતિબંધ છતાં શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન થયા છે. બેંગલુરૂના રામનગરમાં ભવ્ય રીતે નિખિલના લગ્ન થયા, જ્યાં મીડિયાને આવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. 

લગ્નને લઈને ઘણા પ્રકારના સવાલ પણ ઊભા થઈ રહ્યાં છે, કારણ કે એક તરફ જ્યાં દેશભરમાં લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. તો બીજીતરફ આ પ્રકારની વીવીઆઈપી ટ્રીટમેન્ટ જોવા મળી રહી છે. 

— ANI (@ANI) April 17, 2020

એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા એમ. કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે લગ્ન કર્યાં છે. રામનગરના એક ફાર્મ હાઉસમાં શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ભલે મીડિયાને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય પરંતુ સ્થળ પર આશરે 30-40 ગાડીઓનો જમાવડો જરૂર જોવા મળ્યો હતો. 

સ્થાનિક પોલીસનું કહેવું હતું કે પરિવાર તરફથી કેટલિક ગાડીઓના રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હતા. માત્ર તે ગાડીઓને કાર્યક્રમમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને કારણે કેન્દ્ર સરકારે જે ગાઇડલાઇન જારી કરી હતી, તે અનુસાર આ દરમિયાન કોઈ મોટા કાર્યક્રમના આયોજનને મંજૂરી આપવાની નથી. પરંતુ એચડી કુમારસ્વામીને આ વિશે સવાલ થયો હતો તો તેણે કહ્યું હતું કે, લગ્નને લઈને તેમની પાસે તમામ પ્રકારની મંજૂરી છે. આ સિવાય ડોક્ટરો પાસેથી પણ ઘણી સલાહો લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news