Precautionary dose: આજથી કોરોના રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ, આ રીતે બુક કરો સ્લોટ, જાણો પ્રક્રિયા

કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી દેશભરમાં પ્રિકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ ગયુ છે. પ્રિકોશન ડોઝ દેશભરના સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને અપાશે.

Precautionary dose: આજથી  કોરોના રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ, આ રીતે બુક કરો સ્લોટ, જાણો પ્રક્રિયા

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી દેશભરમાં પ્રિકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ ગયુ છે. પ્રિકોશન ડોઝ દેશભરના સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને અપાશે. આ ત્રીજો પ્રિકોશન ડોઝ એવા સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને મળશે જેમને કોવિડ રસીનો  બીજો ડોઝ મળ્યાને 9 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હશે. પ્રિકોશન ડોઝ લેવા માટે તમે કોવિન પર સ્લોટ બુક કરી શકો છો. 

પ્રિકોશન ડોઝ માટે સ્લોટ બુક કરો
અત્રે જણાવવાનું કે પ્રિકોશન ડોઝના સ્લોટ બુકિંગ માટે Co-Win પર 8 જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. Co-Win પર પ્રિકોશન ડોઝ માટે સ્લોટ બુક તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને કરી શકો છો. જાણો સ્લોટ બુક કરવાની પ્રક્રિયા...

Co-Win પર પ્રિકોશન ડોઝ માટે સ્લોટ બુક કરવાની પ્રક્રિયા...
- Co-Win પર મોબાઈલ નંબર અને ઓટીપીથી રજિસ્ટ્રેશન થશે. જૂના મોબાઈલ નંબરથી જ પ્રિકોશન ડોઝ માટે સ્લોટ બુક કરો. 
- Co-Win પર રજિસ્ટ્રેશન કરવા તમને પ્રિકોશન ડોઝની  Due Date જોવા મળશે. તેના આધારે સ્લોટ બુક કરી શકાશે. 
- રજિસ્ટ્રેશન દરમિયાન તમે એ પણ જોઈ શકશો કો તમે કઈ શ્રેણીમાં છો જેમ કે હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર કે નાગરિક.

રસીકરણ સેન્ટરથી મળશે સર્ટિફિકેટ
નોંધનીય છે કે પ્રિકોશન ડોઝ માટે બુકિંગ જરૂરી છે જો કે પ્રિકોશન ડોઝ માટે વોક ઈનની પણ વ્યવસ્થા છે. પ્રિકોશન ડોઝ લીધા બાદ તમને સર્ટિફિકેટ રસીકરણ સેન્ટર પરથી જ મળી જશે. તેના પર Fully Vaccinated/Precaution Dose લખેલું હશે. 

ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા તમામ કર્મીઓ પણ ફ્રન્ટલાઈન વર્કર્સ
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર્સ ગણવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રિકોશન ડોઝ માટે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને યાદ કરાવવામાં આવ્યું છે. 

લગભગ 5 કરોડ લોકોને અપાશે પ્રીકોશન ડોઝ
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એક અંદાજા મુજબ 1.05 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ, 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 2.75 કરોડ લોકોને કાર્યક્રમ મુજબ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. 

ત્રીજા ડોઝમાં બદલાશે નહીં રસી
કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે જણાવ્યું હતું કે પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ અગાઉ જે રસીના બે ડોઝ લીધા હશે તે જ રસીનો મળશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જે લોકોને પહેલા  કોવિશીલ્ડ મળી હશે તેમને કોવિશીલ્ડનો જ બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ મળશે. જે લોકોએ પહેલા કોવેક્સીન લીધી છે તેમને કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ મળશે. 

આયુષ ડોક્ટર્સની માંગણી
આજથી ભારતમાં પ્રીકોશન ડોઝ શરૂ થતા પહેલા રવિવારે દેશના આયુષ ડોક્ટર્સની સંસ્થા એનઆઈએમએ(નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન)એ પ્રધાનમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને કોવિન પ્રમુખને પત્ર લખીને આયુષ ડોક્ટર્સને પણ પ્રિકોશન ડોઝ આપવાની માગણી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news