Corona Crisis: વધુ એક રાજ્યમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાજ્યમાં 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 

Corona Crisis: વધુ એક રાજ્યમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

હૈદરાબાદઃ કોરોના (Coronavirus) સંક્રમણના વધી રહેલા કેસને જોતા તેલંગણા (Telangana) રાજ્યમાં 12 મેથી 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉન (Lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન રાજ્યમાં ઇમર્જન્સીને છોડીને બાકી કોઈ કામ માટે અવરજવરની મંજૂરી મળશે નહીં. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે  (K. Chandrashekhar Rao) કરી છે. 

જલદી જાહેર થશે ગાઇડલાઇન
જાણકારી પ્રમાણે મંગળવારે મુખ્યમંત્રીના આવાસ પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યની સ્થિતિને જોતા પ્રદેશમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યુ કે, આ લૉકડાઉન વિશે જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. 

સવારે 6થી 10 સુધી કામ કરવાની છૂટ
મુખ્યમંત્રીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન લોકોને સવારે છથી 10 સુધી રૂટિન ગતિવિધિની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ બધા કામધંધા બંધ કરી ઘરમાં રહેવું પડશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ધાનની ખેતીની સીઝન શરૂ થઈ રહી છે. તેવામાં લૉકડાઉનમાં કિસાનોને રાહત આપવા માટે જલદી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે. 

— Telangana CMO (@TelanganaCMO) May 11, 2021

વેક્સિનેશન માટે ગ્લોબલ ટેન્ડર કરશે સરકાર
કેબિનેટની બેઠકમાં કોરોના વેક્સિનેશનને પણ ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાવે કહ્યુ કે, રાજ્યમાં વેક્સિન મંગાવવા માટે સરકાર ગ્લોબલ ટેન્ડર આમંત્રિત કરશે. તે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાજ્યના દરેક નાગરિકને સરકાર તરફથી વેક્સિન આપવામાં આવશે. 

રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ કેસ
મહત્વનું છે કે તેલંગણામાં છેલ્લા 24 કલાકમાં 4626 નવા કેસ સામે આવ્યા છે, આ દરમિયાન 32 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5 લાખ 2 હજાર 187 થઈ ચુકી છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 2771 થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news