Corona Update: બિહારમાં રાત્રી કર્ફ્યૂ, ધોરણ 1થી 8 સુધીની શાળા બંધ, જિમ, સિનેમા હોલ અને મોલ ખુલશે નહીં

મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે યોજાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમૂહની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના અચાનક વધી રહેલા કેસને જોતા રાજ્યમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 

Trending Photos

Corona Update: બિહારમાં રાત્રી કર્ફ્યૂ, ધોરણ 1થી 8 સુધીની શાળા બંધ, જિમ, સિનેમા હોલ અને મોલ ખુલશે નહીં

પટનાઃ બિહારમાં છ જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. કર્ફ્યૂ રાત્રે 10 કલાકથી સવારે 5 કલાક સુધી પ્રભાવી રહેશે. પ્રી-સ્કૂલથી ધોરણ આઠ સુધી શાળા અને કોચિંગ બંધ રહેશે. આ દરમિયાન ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે. ધોરણ નવથી ઉપર સ્કૂલ, કોચિંગ ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓ 50 ટકા હાજરીની સાથે શરૂ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રીનો સમાજ સુધાર અભિયાન અને જનતા દરબારમાં મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થગિત રહેશે. 

મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે યોજાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમૂહની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના અચાનક વધી રહેલા કેસને જોતા રાજ્યમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ સંબંધમાં ગૃહ વિભાગે વિસ્તૃત આદેશ જાહેર કરી દીધો છે. 

આ પ્રકારે મુખ્યમંત્રીનું સમાજ સુધાર અભિયાન અને જનતા દરબારમાં મુખ્યમંત્રી કાર્યક્રમ પણ 21 જાન્યુઆરી સુધી સ્થગિત રહેશે. લગ્ન સમારોહમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી રહેશે. તો શ્રાદ્ધમાં 20 લોકો સામેલ થઈ શકશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમૂહે બેઠકમાં તમામ જિલ્લા અને સંબંધિત વિભાગો પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળ સામાન્ય લોકો માટે બંધ રહેશે. પાર્ક, જિમ, સિનેમા હોલ અને મોલ બંધ રહેશે. જરૂરી વસ્તુઓને છોડીને રાત્રે આઠ કલાક સુધી દુકાનો ખુલી રહેશે. રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. તો સરકારી અને બિન સરકારી કાર્યાલયમાં 50 ટકા હાજરી રહેશે. 

દુકાનો માટે નિર્ણય
તમામ દુકાનો અને ઓફિસો રાત્રે આઠ કલાક સુધી ખુલ્લા રહેશે. પરંતુ જરૂરી સેવાઓ માટે રાહત પણ આપવામાં આવી છે. રાહત મેળવનારમાં બેન્કિંગ, વીમા અને એટીએમ તથા નાણાકીય કંપનીઓના કાર્યાલય સામેલ છે. તો ઔદ્યોગિક અને નિર્માણ કાર્ય, ઈ-કોમર્સ સાથે જોડાયેલી ગતિવિધિ, કુરિયર સેવા, કૃષિ અને તેની સાથે જોડાયેલા કાર્ય, મીડિયા, ઇન્ટરનેટ સેવા, પેટ્રોલ પંપ, એલપીજી, કોલ્ડ સ્ટોરેજ, ખાનગી સુરક્ષા સેવાઓ યથાવત રહેશે. દુકાનો અને ઓફિસોમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ થશે સામેલ
લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકો હાજર રહી શકશે. તેમાં ડીજે અને જુલૂસની મંજૂરી મળશે નહીં. લગ્નની જાણકારી ત્રણ દિવસ પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. તો અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ કાર્યક્રમમાં વધુમાં વધુ 20 લોકોની મર્યાદા રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news