BOTAD માં લૂંટારાઓ કરતા ખેડૂતોની એવી વસ્તુની ચોરી કે, ખેડૂત બની જતા ભીખારી
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ : ખેડૂતો દ્વારા મહા મહેનતે પકવેલા તૈયાર કપાસની ચોરી કરનાર ગેંગને ગઢડા પોલીસે ઝડપી લઈ 16 કરતા વધુ કપાસની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગની પૂછપરછ દરમિયાન તેમણે બોટાદ અને ભાવનગર જિલ્લાના ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ-૧૬ જગ્યાએથી કપાસની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. જ્યારે પોલીસે તેમની પાસેથી પીકપ વાહન તેમજ ૧. ૫૬ લાખ રોકડા સાથે ગઢડા પોલીસે ઝડપી લીધા અને ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
બાજુ આ વર્ષે ખેડૂતો ઉપર માઠી બેઠી છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેતરના ઉભા પાકને વ્યાપક નુકશાન થયા બાદ હવે જ્યારે થોડું-ઘણો જે પાક બચ્યો છે. એના પર ખેડૂતો નિર્ભર છે. પરંતુ હવે આ તૈયાર માલ પણ તસ્કરો બાજ નજર રાખીને બેઠા હોય તેમ લાગે છે. કારણકે બોટાદ પંથકમાં કપાસની ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી જેના આધારે ગઢડા પોલીસે ખેતરોમાં વીણીને રાખેલ તૈયાર કપાસની ચોરી કરનાર ગેંગને જગ્યા કરી છે.
વાહન ચેકિંગ દરમિયાન પીકપ વાહન જેનો ઉપયોગ કપાસ ચોરીમાં થતો હોય અને તેમાં બેસેલ ઇસમો કપાસ ચોરવાનું કામ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તેવા જ પ્રકારનું પીકઅપ વાહન આવતા પોલીસ દ્વારા તેમને અટકાવાયા હતા. તેમાં રહેલા શક્તિભાઇ જીણાભાઇ લીંબડીયા, ગુલાભાઇ જીણાભાઇ લીંબડીયા, રમેશભાઇ મનજીભાઇ બગદરીયા, વીજયભાઇ ગોવીંદભાઇ બગદરીયા, નટુભાઇ ઓધાભાઇ રાઠોડ નામના પાંચ શખ્સો શંકાસ્પદ લાગતા અટકાયત અને ત્યાર બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તેમની પાસેથી પીકઅપ વાન તેમજ રોકડ રકમ રૂ.156000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પુછપરછ દરમિયાન તેમણે ગઢડાના ઉગામેડી સભાડીયા કાપરડી ખોપાળા ઉગામેડી સમઢીયાળા ભોજાવદર વડોદ વાંગધ્રા દરેડ રામણકા સભાડીયા શહીદના ગામડાઓમાંથી કપાસની ગાંસડીઓની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ આ ઈસમોએ ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર સહિતના પંથકના ગામડાઓમાંથી આમ, કુલ-૧૬ જગ્યાએથી 83 કરતા વધુ કપાસની ગાંસડીઓ ચોરી હોવાની કબૂલાત કરી હતી. લૂંટારાઓ દિવસ દરમ્યાન મોટરસાયકલ લઇને અલગ અલગ સીમ વિસ્તારમાં કપાસની ગાંસડીઓ હોય તેવા વિસ્તારની રેકી કરતા હતા. ખુલ્લુ પીકઅપ વાહન લઇને રોડ કાઠે આવેલ વાડીઓમા તેમજ અંદરના ભાગે આવેલ અવાવરૂ સીમ વિસ્તારોમા ખુલ્લામા પડેલ કપાસની ગાસડીઓ પીકપમા ભરી ચોરી કરી કરી ફરાર થઈ જતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે