Corona સંકટથી સ્થિતિ ખરાબ, દેશના 146 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ
ભૂષણે જણાવ્યુ કે, પાછલા વર્ષે એવરેજ સૌથી વધુ કેર 94 હજાર દરરોજ નોંધાયા હતા. આ વખતે છેલ્લા 24 કલાકમાં 2,95,000 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ગંભીર થઈ રહી છે. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે, દેશમાં 146 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે, જે ચિંતાનો વિષય છે. દેશમાં હાલના સમયમાં સક્રિય કેસની સંખ્યા 21,57,000 છે. આ સંખ્યા પાછલા વર્ષની આપણી અધિકતમ સંખ્યાથી બમણી છે. રિકવરી રેટ 85 ટકા જ્યારે મૃત્યુદર 1.17 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, સરકાર કોરોના વિરુદ્ધ લડાઈમાં તેજી લાવવા જઈ રહી છે. આવનારા દિવસોમાં સરકાર સંક્રમિતોની સારવાર માટે બેડની સંખ્યા વધારવા જઈ રહી છે.
ભૂષણે જણાવ્યુ કે, પાછલા વર્ષે એવરેજ સૌથી વધુ કેર 94 હજાર દરરોજ નોંધાયા હતા. આ વખતે છેલ્લા 24 કલાકમાં 2,95,000 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં લગભગ 87 ટકા સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. દેશમાં 79 ટકા ફ્રંટ લાઇન વર્કર્સ પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે.
આ પણ વાંચોઃ નાસિક દુર્ઘટનામાં 22ના મોત, મૃતકોના પરિવારને મળશે 5 લાખનું વળતર, ઉદ્ધવે આપ્યા તપાસના આદેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે જણાવ્યુ કે, આગામી તબક્કાના રસીકરણ માટે હવે નવી રણનીતિ જાહેર કરવામાં આવી છે. તેના 12 સિદ્ધાંત હશે જે હેઠળ રસીકરણ કરવામાં આવશે. રસી નિર્માતા 50 ટકા વેક્સિન ભારત સરકારને આપશે, જ્યારે બીજી 50 ટકા અન્યને આપવામાં આવશે. તેમાં રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલ સીધી નિર્માતા પાસેથી ખરીદી શકશે. વેક્સિનની કિંમતનો સવાલ છે તો વેક્સિન ડેવલોપર તેના ભાવ પારદર્શી રીતે જાહેર કરશે. વેક્સિન કોઈપણ કિંમતે ખુલા બજારમાં વેચાશે નહીં.
રાજેશ ભૂષણે જણાવ્યુ કે, આવનારા દિવસોમાં વેક્સિન ડેવલોપરથી કેન્દ્ર સરકાર અને ખાનગી હોસ્પિટલ કે રાજ્ય સરકારોને વેક્સિનની આપૂર્તિ થશે. જેમ અત્યાર સુધી થતું આવ્યું છે કે ભાતર સરકાર તરફથી ખાનગી હોસ્પિટલો વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી, તે હવે નહીં કરાવે. હવે માત્ર બે વ્યવસ્થાઓ હશે. પ્રથમ ભારત સરકારની ફ્રી રસીકરણની વ્યવસ્થા જેમાં ગરીબો, મોટી ઉંમરના અને બીમાર લોકોનું રસીકરણ થશે જ્યારે બીજી ખાનગી હોસ્પિટલો તરફથી રસીકરણ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે