રાજસ્થાનમાં ફરી કોરોનાનો ભરડો, રામગંજમાંથી 80 કોરોના પોઝિટિવ

રોના વાયરસ ફરી એકવાર ઝડપથી પોતાનો પગ પસારવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં રામગંજમાં કોરોનાનાં 80 કિસ્સા સામે આવ્યા છે. જયપુરમાં કોરોના કુલ કેસ આશરે 750થી પણ વધારે છે. જ્યારે રાજસ્થાનમાં આ આંકડ 1900ની પાર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 90 કોરોના વોરિયર્સનાં પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. 

Updated By: Apr 24, 2020, 12:40 AM IST
રાજસ્થાનમાં ફરી કોરોનાનો ભરડો, રામગંજમાંથી 80 કોરોના પોઝિટિવ

જયપુર : રોના વાયરસ ફરી એકવાર ઝડપથી પોતાનો પગ પસારવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં રામગંજમાં કોરોનાનાં 80 કિસ્સા સામે આવ્યા છે. જયપુરમાં કોરોના કુલ કેસ આશરે 750થી પણ વધારે છે. જ્યારે રાજસ્થાનમાં આ આંકડ 1900ની પાર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 90 કોરોના વોરિયર્સનાં પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. 

થોડા દિવસો પહેલા તો એવું લાગતું હતું કે, હવે કોરોનાનાં કેસ ઘટવા લાગ્યા છે, પરંતુ એકવાર ફરીથી તેમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર જયપુરમાં કોરોનાનાં આશરે 100થી વધારે કેસ સામે આવ્યા છે. તેમાંથી માત્ર રામગંજ અને તેની આસપાસનાં વિસ્તારમાં 80થી પણ વધારે કિસ્સા સામે આવ્યા છે. તમામ કડકાઇ છતા પણ આ વિસ્તારમાં સ્થિતી સુધરી નથી રહી. સરકારનું કહેવું છે કે, જુના તપાસનાં પરિણામો હવે ઝડપથી આવી રહ્યા છે. માટે આંકડો દેખાઇ રહ્યો છે. 

જયપુર ઉપરાંત જોધપુરમાં કોરોનાના કેસ પણ 300ની નજીક પહોંચી ચુક્યો છે, જ્યારે ભરતપુર, ટોંક અને કોટામા આ આંકડો 100ની પાર ગયો છે. રાજસ્થામાં જો કે તપાસની સંખ્યા આશરે 70 હજારની આશપાસ થઇ ચુકી છે અને મૃતકોન સંખ્યા બાકી રાજ્યોમાં ઓછી છે. 1.42 ટકાનાં દરથી અત્યાર સુધી 27 લોકોનાં મોત થયા છે. રાજસ્થાન માટે સૌથી મોટી સમસ્યા છે કે, ડોક્ટર અને પોલીસ કર્મચારીઓ મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. માત્ર સવાઇ માનસિંહ હોસ્પિટલનાં 12 ડોક્ટર અત્યાર સુધી કોરોના પોઝિટિવ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube