રાશિફળ 18 જુલાઈ: આ 2 રાશિના જાતકો આનંદો..ખુબ સફળતાના છે યોગ, ગ્રહોના દુષ્પ્રભાવથી બચવા કરો આ મંત્ર જાપ
Trending Photos
રાશી ભવિષ્ય (18-7-2018)
સૌને જય શ્રીકૃષ્ણ.
આજનું પંચાંગ
તારીખ 18 જુલાઈ, 2018 બુધવાર
માસ અષાઢ સુદ છઠ
નક્ષત્ર ઉ.ફાલ્ગુની
યોગ પરિઘ
ચંદ્ર રાશી કન્યા
અક્ષર પઠણ
1. કુમારયોગ સવારે 8.20 થી બપોરે 2.37 સુધી છે.
2. આજે ક્લીં કૃષ્ણાય સ્વાહા, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરજો તેની માળા કરજો. ગ્રહોના દુષ્પ્રભાવથી આજે આપ બચશો.
3. જે માતા-પિતાના બાળકો બિમાર રહેતા હોય તેમણે આજે પૂતના કવચનો પાઠ અવશ્ય કરવો.
4. સાથે સાથે તુલસી દેવીનું પૂજન પણ કરવું.
મેષ (અલઈ)
- આપનો રાશી સ્વામી આજે વિશેષ બળવાન છે
- ધાર્યું કાર્ય આપ સંપન્ન કરી શકશો
- આજે ફિલ્મી ગીતો સાંભળવાની ઇચ્છા વિશેષ થાય
- ઓફીસનું કાર્ય ઘરે લઈ જવું પડે તેવું પણ બને
વૃષભ (બવઉ)
- આપની રાશી સ્વામી નક્ષત્ર અતિ સાનુકૂળ બન્યું છે
- ઘરમાં આનંદની છોળો ઉડશે
- સંબંધોમાં નવી તાજગી આવશે
- નવું ઘર ખરીદવું હોય તો યોગ સક્રીય થયા છે
મિથુન (કછઘ)
- આજે આપના માટે બધું સારું જ બોલવાનું છે
- કારણ કે, ગ્રહો મને એવી અનુમતી આપે છે
- ધનસ્થાન બળવાન, પ્રતિપક્ષનો સહયોગ, કુટુંબ દ્વારા સહયોગ મળે.... તમે મોજ કરો
કર્ક (ડહ)
- મુસાફરીના યોગ રચાયા છે
- ઘર પરિવાર સાથે બહારગામ જવાનું થશે
- આરોગ્યની જાળવણી અવશ્ય કરવી પડશે
- પેટની બિમારી પજવી શકે છે. માટે, સાચવવું
સિંહ (મટ)
- શોધ-સંશોધન સાથે જોડાયેલા જાતકોને સફળતા
- આજે વિદ્યાર્થી મિત્રોને સફળતા
- વિદ્યાર્થી મિત્રો આપનો ગણિત વિષય કાચો હોય તો આજે તેમાં સક્રીય થજો સફળતા મળશે
- પરણીત જાતકોએ જીવનસાથી સાથે સુમેળ રાખવો.
કન્યા (પઠણ)
- સ્થાનાંતરના યોગ રચાયા છે
- મોજશોખમાં પૈસાનો વ્યય થઈ શકે છે
- નોકરીમાં બદલીના યોગ પણ છે
- દવાના વ્યાપાર સાથે જોડાયેલા વેપારીને લાભ
તુલા (રત)
- આજે વેપારમાં ઉધારી કરતા ચેતજો.
- પૈસા ફસાઈ શકે છે.
- નસીબ યારી આપશે
- શિક્ષણક્ષેત્રે સાથે જોડાયેલા જાતકોને સફળતા
વૃશ્ચિક (નય)
- આજે ઈશ્વર ઉપાસના વિશેષ કરજો લાભ થશે.
- ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકોને લાભ.
- આજનો દિવસ કોઈ શુભ સમાચાર લઈને આવે તો નવાઈ ન પામતા.
- અંતરમાં પ્રસન્નતા વ્યાપે તેવો દિવસ છે.
ધન (ભધફઢ)
- ગૂઢ જ્ઞાન સાથે સંકળાયેલા જાતકોને લાભ
- લેખકો, ધર્મકાર્ય કરનાર, કર્મકાંડી બ્રાહ્મણોને આજે વિશેષ લાભ.
- ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ.
- પરિવારમાં સુમેળ રાખવો.
મકર (ખજ)
- પ્રતિપક્ષથી લાભ
- ભાગ્ય બળવાન છે.
- જીવનસાથી દ્વારા વિશેષ સહકાર મળે
- સુખ-સમૃદ્ધિમાં ઉમેરો થાય
કુંભ (ગશષસ)
- આળસનો પ્રભાવ થોડો વધી જાય.
- જળઘાતથી જાળવવું, કફજન્ય રોગથી સાચવવું.
- આજે આખા દિવસનો પૂરેપૂરો ઉપયોગ કરજો, ખૂબ સફળતાના યોગ રચાયા છે.
- લાભ અવશ્ય થશે.
મીન (દચઝથ)
- આજે ફિલોસોફીકલ વાતોમાં રસ પડે.
- વીલવારસાના પ્રશ્નો ઉકેલાય.
- જમીન-મકાનથી લાભ થાય.
- પ્રેમ સંબંધોમાં ઉષ્મા જળવાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે