daud ibrahim

દાઉદ અને તેની પત્નીને કોરોના વાયરસ? ડી-કંપનીના ખુલાસાથી PAKનો પર્દાફાશ

ગુપ્ત એજન્સીઓનો રિપોર્ટ છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ દાઉદ ઇબ્રાહિમ (Daud Ibrahim) અને તેની પત્ની કોવિડ -19 થી સંક્રમિત છે અને તેમને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ, ડી-કંપનીના અન્ડરવર્લ્ડ ઓપરેશન અને તેના નાણાકીય બાબતોને અંકુશમાં રાખનાર દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે આવા અહેવાલોને નકાર્યા છે.

Jun 6, 2020, 12:07 AM IST

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, દાઉદના ખાસ શરીફખાનનો સાગરિતનો પકડાયો

ગુજરાત  ATSને આજે મોટી સફળતા હાથ લાગી છે. કુખ્યાત આરોપી શરીફખાનના સાગરિત બાબુ સોલંકીની ગુજરાત  ATSએ આજે ધરપકડ કરી છે. શરીફખાન દાઉદ ઈબ્રાહીમના ઈશારે કામ કરતો હતો. ત્યારે ગુજરાત ATSએ મુંબઈના બાબુ સોલંકીની ધરપકડ કરી છે. બાબુ સોલંકી વર્ષ 2006 માં નોંધાયેલા ગુનામા વોન્ટેડ આરોપી હતો. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. ત્યારે સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. હવે ગુજરાત ATSએ આરોપીની બાબુ સોલંકીની ધરપકડ કરી છે. 

May 23, 2020, 08:08 PM IST

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઈન્ટરનેશનલ ગેંગસ્ટર (Don) રવિ પુજારી (Ravi Pujari) પર સકંજો કસાયો છે. રવિ પુજારીને ગુજરાત લાવવા ATSએ પ્રોસેસ શરૂ કરી છે. ગેંગસ્ટર (UnderWorld) રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આફ્રિકન દેશનો સંપર્ક કરીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેવું સીઆઈડી (CID) ક્રાઈમના એડિશનલ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે. 

Sep 24, 2019, 01:31 PM IST

દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન

બ્રિટનમાં ધરપકડ કરાયેલ દાઉદ ઇબ્રાહિમના સૌથી નજીકના જાબિર મોતીવાલાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં છે

Jul 3, 2019, 11:21 PM IST