Sputnik Light COVID-19 vaccine: સિંગલ ડોઝમાં થશે કોરોનાનો ખાતમો, 9મી વેક્સીનને મળી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટ COVID-19 રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે દેશમાં આ 9મી કોવિડ રસી છે. આ મહામારી વિરૂદ્ધ દેશની સામૂહિક લડાઈને વધુ મજબૂત બનાવશે.
Trending Photos
નવી દિલ્હી; કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુતનિક લાઇટ COVID-19 રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે દેશમાં આ 9મી કોવિડ રસી છે. આ મહામારી વિરૂદ્ધ દેશની સામૂહિક લડાઈને વધુ મજબૂત બનાવશે.
આ પહેલાં ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની નિષ્ણાત પેનલે એન્ટી-કોવિડ-19 રસી 'સ્પુતનિક લાઇટ'ના સીમિત ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ સૂચન વિવિધ નિયમનકારી જોગવાઈઓની શરતો હેઠળ કરવામાં આવ્યું છે. સ્પુતનિક લાઇટ સ્પુતનિક-V ના 'કમ્પોનેંટ-1 ની માફક છે.
હૈદરાબાદની આ દવા કંપનીએ 'સ્પુતનિક V'ના ક્લિનિકલ ટ્રાયલ કરવા અને ભારતમાં તેના વિતરણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે સપ્ટેમ્બર 2020 માં કરાર કર્યો હતો.
ગયા વર્ષે એપ્રિલમાં કંપનીને ઇમરજન્સીની સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે સ્પુતનિક રસી આયાત કરવા માટે DCGI પાસેથી પરવાનગી મળી હતી.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અનુસાર, સ્પુતનિક લાઇટને આર્જેન્ટિના અને રશિયા સહિત 29 દેશોમાં માન્યતા આપવામાં આવી છે. આ ભલામણને અંતિમ મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને મોકલવામાં આવી છે.
DCGI granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India, says Union Health Min Dr Mansukh Mandaviya
"This is 9th #COVID19 vaccine in the country," he tweets
(File pic) pic.twitter.com/QF0MHMq7Z2
— ANI (@ANI) February 6, 2022
આ રસીથી શું ફાયદો થશે?
રશિયાએ સ્તૂતનિક વી વેક્સીનના જે લાઇટ વર્જનને મંજૂરી આપી છે, તે વેક્સીન સિંગલ ડોઝમાં જ કોરોના વાયરસનો ખાતમો તમામ કરી દેશે. અત્યાર સુધી તેના માટે રસીના બે ડોઝ લગાવવા જરૂરી છે. કોરોના વાયરસ વિરૂદ્ધ સ્પુતનિક લાઇટ વર્ઝન 79.4% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેની કિંમત $10 કરતાં ઓછી એટલે કે લગભગ 730 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે