Deepotsav : 22 લાખ 23 હજાર દીવાઓથી ઝળહળી રામનગરી, અયોધ્યાએ બનાવ્યો વધુ એક નવો રેકોર્ડ

Deepotsav 2023: ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં ભવ્ય રીતે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ અવસર પર લાખો દીવા પ્રગટાવી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા હતા. 
 

Deepotsav : 22 લાખ 23 હજાર દીવાઓથી ઝળહળી રામનગરી, અયોધ્યાએ બનાવ્યો વધુ એક નવો રેકોર્ડ

Deepotsav 2023 in Ayodhya: સાતમાં દીપોત્સવ પર મુખ્યમંત્રી યોગીની હાજરીમાં અયોધ્યાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સરયૂ ઘાટ પર આરતી બાદ મુખ્યમંત્રી યોગીએ દીપોત્સવ સંધ્યાની શરૂઆત કરતા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ અયોધ્યાના 51 ઘાટો પર દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. રામની પૈડી પર 22 લાખ 23 હજાર દીવડા પ્રગટાવી અયોધ્યાએ એક રેકોર્ડ બનાવ્યો છે. અયોધ્યાનો આ રેકોર્ડ ગિનીઝ બુકમાં પણ નોંધાય ગયો છે. નોંધનીય છે કે માટીના દીવાથી સજેલો સરયૂ ઘાટની તસવીરો આકર્ષક લાગી રહી છે. દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવેલા દીપોત્સવ પર અયોધ્યાનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

દીપોત્સવ પર સરયૂ ઘાટ પર લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય સરયૂ  ઘાટ પર પર એક સ્ક્રીન પણ લગાવવામાં આવી છે, જેમાં ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસના ચિત્રોને દર્શાવવામાં આવ્યા છે. દાવો છે કે આ સ્ક્રીન દુનિયાની સૌથી મોટી સ્ક્રીન છે. નોંધનીય છે કે સરયૂ ઘાટ પર દીવા દ્વારા રામ મંદિરની આકૃતિ બનાવવામાં આવી છે, જે ભવ્ય લાગી રહી છે. આ સિવાય ચામની પૌડી પર 22 લાખથી વધુ દીવાના પ્રકાશથી ચાર ચાંદ લાગી ગયા હતા.

— ANI (@ANI) November 11, 2023

ઘણા સમયથી ચાલતી હતી તૈયારી
દીપોત્સવની તૈયારી ઘણા દિવસથી કરવામાં આવી રહી હતી. તેમાં હજારો વોલેન્ટિયર્સનો સહયોગ લેવામાં આવ્યો હતો. તેના સહયોગથી દીપોત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આશરે એક સપ્તાહ પહેલા સરયૂ ઘાટ પર દીપોત્સવની તૈયારી શરૂ કરવામાં આવી હતી. દીપોત્સવ માટે અયોધ્યાને શણગારવામાં આવ્યું હતું. માન્યતાઓ અનુસાર ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત આવ્યા તો તે દિવસે અયોધ્યાવાસીઓએ દીવ પ્રગટાવી તેમના સ્વાગતમાં દિવાળી ઉજવી હતી. ત્યારથી દિવાળીની પરંપરા ચાલી આવી રહી છે. 

અયોધ્યામાં ક્યારે કેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા
યોગી આદિત્યનાથ 2017માં મુખ્યમંત્રી બન્યા હતા. સીએમ યોગીની હાજરીમાં રામનગરીમાં 2017માં પ્રથમ વખત દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે અયોધ્યામાં 1 લાખ 87 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પછી આ પ્રસંગ દર વર્ષે ઉજવવા લાગ્યો. 2018ના દીપોત્સવમાં અયોધ્યામાં ત્રણ લાખ 11 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે 2019માં ચાર લાખ 10 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં દીવા પ્રગટાવવાની પ્રક્રિયા દર વર્ષે વધતી ગઈ અને રેકોર્ડ પણ બનવા લાગ્યો. 2020માં અયોધ્યાના સરયૂ ઘાટ પર સાડા છ લાખ, 2021માં નવ લાખ 41 હજાર અને 2022માં 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ વખતે અયોધ્યામાં 21 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news