Delhi Excise Policy Case: હવે ઈડીએ મનીષ સિસોદિયાની કરી ધરપકડ, બીજા દિવસે તિહાડ જેલમાં થઈ પૂછપરછ

Delhi Liquor Policy Case: મનીષ સિસોદિયાની ઈડીએ આશરે 8 કલાક પૂછપરછ કરી છે. શુક્રવારે સીબીઆઈએ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. 

Delhi Excise Policy Case: હવે ઈડીએ મનીષ સિસોદિયાની કરી ધરપકડ, બીજા દિવસે તિહાડ જેલમાં થઈ પૂછપરછ

નવી દિલ્હીઃ Delhi Excise Policy Case: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)ની ઈડીએ ધરપકડ કરી છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. ઈડીએ ગુરૂવાર (9 માર્ચ) એ બીજીવાર દિલ્હી આબકારી નીતિ મામલામાં કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી. ઈડીએ આ પહેલાં મંગળવારે પણ જેલમાં સિસોદિયાને સવાલ-જવાબ કર્યાં હતા. 

સીબીઆઈએ મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. દિલ્હીની કોર્ટે સોમવારે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. સીબીઆઈ મામલામાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી પણ થવાની છે. 

સિસોદિયાની જેલમાં બે વખત પૂછપરછ કરવામાં આવી 
આ પહેલા મંગળવારે EDના અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરવા તિહાર જેલમાં પહોંચ્યા હતા. EDએ સિસોદિયાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લીધી હતી. જો તપાસ અધિકારીને એવું માનવાનાં કારણો મળે છે કે તે વ્યક્તિ મની લોન્ડરિંગના ગુના માટે દોષિત છે, તો ED PMLA ની કલમ 19 લાગુ કરી શકે છે, જે તેને કેસમાં સામેલ વ્યક્તિઓ અથવા આરોપીઓની ધરપકડ કરવાની મંજૂરી આપે છે.

આમ આદમી પાર્ટીએ લગાવ્યા ગંભીર આરોપ
આ વચ્ચે આમ આદમી પાર્ટીએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે તેમને અન્ય ગુનેગારો સાથે રાખવામાં આવી રહ્યાં છે. પરંતુ જેલ તંત્રએ આ આરોપ નકારી દીધા છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સિસોદિયાને જેલમાં વિપશ્યના પ્રકોષ્ઠમાં રાખવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. 

જેલ તંત્રએ આરોપ નકાર્યા
તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાને વિપશ્યના વિભાગમાં રાખવા માટે કોર્ટની મંજૂરી મળી હતી, પરંતુ તેમ છતાં તેમને જેલ સંખ્યા એકમાં ગુનેગારોની સાથે રાખવામાં આવી રહ્યાં છે. કેન્દ્રએ તેનો જવાબ આપવો જોઈએ. આ આરોપોને પાયાવિહોણા ગણાવતા દિલ્હી જેલ અધિકારીઓએ કહ્યું કે મનીષ સિસોદિયાને તિહાડની કેન્દ્રીય જેલ સંખ્યા 1ના વોર્ડમાં રાખવામાં આવ્યા છે જ્યાં ઓછા કેદી છે અને કોઈ ખૂંખાર ગુનેગાર નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news