Farmers protest: કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મળી મંજૂરી, પોલીસે રાખી આ શરત

દિલ્હી પોલીસ સ્પેશિયલ સીપી (ક્રાઇમ) સતીષ ગોલચા અને જોઈન્ટ સીપી જસપાલ સિંહે બુધવારે જંતર-મંતરનો પ્રવાસ કર્યો છે, જ્યાં કાલથી કિસાનોનું પ્રદર્શન થવાનું છે. 
 

Farmers protest: કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મળી મંજૂરી, પોલીસે રાખી આ શરત

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદા પર ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન માટે કિસાનોને કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. બધાએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ પડશે. આ સાથે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ અંતર મંતર પર સવારે 11 કલાકથી લઈને સાંજે 5 કલાક સુધી 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. તેમાં વધુમાં વધુ 200 લોકો ભાગ લઈ શકશે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. 

તો દિલ્હી પોલીસ સ્પેશિયલ સીપી (ક્રાઇમ) સતીષ ગોલચા અને જોઈન્ટ સીપી જસપાલ સિંહે બુધવારે જંતર-મંતરનો પ્રવાસ કર્યો છે, જ્યાં કાલથી કિસાનોનું પ્રદર્શન થવાનું છે. પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે, તેમણે કિસાનોને સંસદની નજીક ભેગા થવાની મંજૂરી આપી નથી. સૂત્રોનું કહેવું છે કે પ્રદર્શનને લઈને કિસાનોની સામે પોલીસે કેટલાક નિયમો અને શરતો રાખી છે. જો તે પૂરી થઈ જશે તો આશરે 200 જેટલા કિસાનો કાલે બસ દ્વારા જંતર મંતર પર આવશે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તો પોલીસની હાજરીમાં આ બસો જંતર મંતર પહોંચશે. 

— ANI (@ANI) July 21, 2021

જાણકારી પ્રમાણે કિસાન સવારે 11.30 કલાકે જંતર મંતર પહોંચશે. જંતર મંતર પર ચર્ચ સાઇડ તેમને શાંતિપૂર્ણ બેસાડવામાં આવશે. પ્રદર્શન સ્થળે કિસાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંચ પોલીસ સિવાય અર્ધસૈનિક દળોની 5 કંપનીઓ જંતર મંતર પર તૈનાત કરવામાં આવશે. સાથે ઓળખ પત્રની તપાસ કરી બેરિકેડની અંદર જવા દેવામાં આવશે. સાંજે 5 કલાકે કિસાનો પોતાનું પ્રદર્શન પૂરુ કરી સિંધુ બોર્ડર પરત ફરી જશે. 

કિસાન યુનિયને મંગળવારે કહ્યું હતું કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જંતર મંતર પર એક કિસાન સંસદનું આયોજન કરવામાં આવશે. 22 જુલાઈથી દરરોજ સિંધુ બોર્ડરથી 200 પ્રદર્શનકારી ત્યાં પહોંચશે. ત્રણ નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની કિસાન સંગઠનોની માંગને લઈને 26 જાન્યુઆરીએ યોજાયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં હિંસા જોવા મળી હતી. કિસાનોએ લાલ કિલા પર પણ તોફાન મચાવ્યું હતું. 

રવિવારે યોજાયેલી બેઠક દરમિયાન દિલ્હી પોલીસે કિસાન યુનિયનોને વિરોધ પ્રદર્શનમાં સામેલ થનારા લોકોની સંખ્યા ઓછી કરવાનું કહ્યું હતું, પરંતુ કિસાન યુનિયને આ વાતનો અસ્વીકાર કર્યો હતો. એક દિવસ બાદ કિસાન યુનિયને દિલ્હી પોલીસ પર સંસદની બહાર તેના વિરોધ પ્રદર્શનને સંસદ ઘેરાવ ગણાવતા તે વિશે દુષ્પ્રચારનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news