રસીના બન્ને ડોઝ લીધાં પછી પણ વિદેશ જવામાં પડી શકે છે વાંધો, તેથી પહેલાં ભૂલ્યા વિના કરો આ કામ
રસીના બે ડોઝ લઈને પહેલાં કરો આ કામ, નહીં તો વિદેશ નહીં જઈ શકો. ગમે તેટલાં પૈસા ખર્ચો કરશો તો પણ નહીં મળે પ્લેનની ટિકિટ.
Trending Photos
નવી દિલ્લીઃ કોરોના કાળમાં લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે અને સાથે જ અનેક નિયમો પણ બદલાયા છે. આવો જ એક નિયમ છે વિદેશ પ્રવાસનો નિયમ. નવા નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભારતથી વિદેશ જવા માંગે છે, તો તેને પાસપોર્ટ સાથે પોતાની વેક્સિનેશન સર્ટિફિકેટ લિંક કરવું પડશે. જો તમે કોરોનાની રસી લીધી પરંતુ તમારી પાસે તેનું પ્રમાણપત્ર નથી તો, તમને કદાચ વિદેશ નહીં થઈ શકો. જો પાસપોર્ટ સાથે તમે તમારું વેક્સીનેશન સર્ટિફિકેટ લિંક નથી કર્યું તો, તમારું વિદેશ જવાનું સપનું તૂટી શકે છે. નવા નિયમો પ્રમાણે આ જરૂરી થઈ ગયું છે. જો તમને વેક્સીનના બંને ડોઝ લાગી ચુક્યા છે તો ખૂબ જ આસાન રીતે તમે તમારા વેક્સીનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિંક કરી શકો છો.
આટલી સરળ છે પ્રક્રિયા:
પાસપોર્ટ સાથે વેક્સીનેશન સર્ટિફિકેટને જોડવા માટે તમારે સૌથી પહેલા cowin.gov.in પર જવાનું રહેશે. લૉગઈન કર્યા બાદ હોમ પેજ પર સપોર્ટ સેક્શનમાં જવાનું રહેશે. તમે જેવું ક્લિક કરશો એટલે તમને ત્રણ વિકલ્પો દેખાશે. જેમાં Frequently Asked Questions, સર્ટિફિકેટ કરેક્શન અને Contact us જોવા મળશે. હવે ત્રણ વિકલ્પમાંથી સર્ટિફિકેટ કરેક્શન વાળા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ પર ક્લિક કરવાની તમારી સામે Raise an Issueનો ઓપ્શન ખુલી જશે.
Raise an Issue ઓપ્શનમાં Add Passport Detailsની સાથે ત્રણ વિકલ્પો જોવા મળશે. તમે Add Passport Details વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જે બાદ જે વ્યક્તિના પાસપોર્ટને સર્ટિફિકેટ સાથે જોડવા માંગો છો તે પસંદ કરવું પડશે. એ બાદ એ વ્યક્તિનો પાસપોર્ટ નંબર નાંખવો પડશે. પછી તમારે Submit Request પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. પ્રક્રિયા પુરી થયા બાદ ફરી હોમપેજ પર જઈને Vaccination Servicesમાં ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરીને પાસપોર્ટ સાથે જોડાયેલું વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે